Categories: India

મુસલમાન હોવાને કારણે મારા પુત્રને ફસાવાયોઃ ખાલિદના પિતા

નવી દિલ્હી: ૯ ફેબ્રુઆરીના રોજ જેએનયુમાં આતંકી અફઝલ ગુુરુની ફાંસીની વરસી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાવનાર અને દેશદ્રોહી સૂત્રો પોકારવા માટે ઉશ્કેરનાર તેમજ સમગ્ર ઈવેન્ટના માસ્ટર માઈન્ડ ઉમર ખાલિદના પિતાએ જણાવ્યું છે કે તેમનો પુત્ર મુસલમાન હોવાથી તેને ફસાવીને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ ઈલિયાસે પોતાના પુત્ર સામે ચલાવવામાં આવી રહેલી મીડિયા ટ્રાયલ પર નિશાન તાક્યું છે.

એક અખબાર સાથેની વાતચીતમાં સૈયદ કાસિમ ઈલિયાસે જણાવ્યું હતું કે મીડિયા રિપોર્ટમાં મારા પુત્ર ઉમર ખાલિદને આતંકવાદી ગણાવવાના પ્રયાસો અયોગ્ય છે. ઈલિયાસે એવો આક્ષેપ કર્યો છે કે તેમના પુત્ર અને કન્હૈયાને અલગ અલગ રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પર સરકાર ચાલી રહી છે. ઈલિયાસે જણાવ્યું છે કે મારો પુત્ર અભ્યાસમાં હોશિયાર છે અને ડાબેરી વિચારધારા ધરાવે છે. તેની વિરુદ્ધ મીડિયા ટ્રાયલ એટલા માટે ચલાવવામાં આવી રહી છે કારણ કે પોલીસને જો એક મુસ્લિમ ચહેરો મળી જાય તેનો કેસ મજબૂત થઈ જશે. ઈલિયાસ એક સામાજિક એક્ટિવિસ્ટ છે અને વેલ્ફેર પાર્ટી ઓફ ઈન્ડિયાનાે નેશનલ પ્રેસિડેન્ટ છે.

ઈલિયાસે જણાવ્યું છે કે હું મારા પુત્રને અપીલ કરું છું કે તે સામે આવીને કાયદાનો સામનો કરે, પરંતુ મને તેની સુરક્ષા અંગે ચિંતા સતાવી રહી છે. જો તેણે દેશદ્રોહી સૂત્રોચ્ચાર કર્યો હોય તો તેણે કાયદાનો સામનો કરવો જોઈએ. એક અહેવાલ અનુસાર ઈલિયાસ પ્રતિબંધિત સંગઠન સીમી સાથે સંકળાયેલા છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે મેં ૧૯૮૫માં સીમી છોડી દીધું હતું અને ત્યારે ખાલિદનો જન્મ પણ થયો ન હતો. મારા બેકગ્રાઉન્ડને કારણે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

divyesh

Recent Posts

OMG! જાપાનના શિક્ષકે હોલોગ્રામમાં બનેલી ગાયિકા સાથે લગ્ન પર 13 લાખ રૂપિયા ખર્ચ્યા

ટોકિયો: જાપાનના એક સ્કૂલ શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોલોગ્રામ સાથે લગ્ન કરી લીધાં છે. ૩પ વર્ષીય આકીહીકો કોન્દોએ વેડિંગ સેરેમની પર…

6 mins ago

ગુજરાત હાઇકોર્ટમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકે છે APPLY

ગુજરાત હાઇકોર્ટમાં ઘણી બધી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી પટાવાળાની જગ્યા પર ઉમેદવારની પસંદગી કરવામાં…

24 mins ago

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે રૂ. 19 કરોડની ખરીદી થઈ

ટેકાના ભાવે મગફળી ખરીદીનો આજે બીજો દિવસ છે ત્યારે મગફળીની ખરીદીને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. પ્રથમ…

1 hour ago

રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી પ્રથમ યાદી, રાહુલ ગાંધીના નિવાસ પર કાર્યકરોનો હંગામો

કોંગ્રેસ ગુરૂવારે રાતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 132 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જો કે યાદી જાહેર થયાની…

1 hour ago

પાક અધિકૃત કાશ્મીરને પોતાનું રાજ્ય બનાવવા માટે પાકિસ્તાનની આ છે નવી ચાલ

ભારતના વિરોધ છતાં પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારે…

1 hour ago

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

14 hours ago