JNU વિવાદ: ઉમર અને અનિર્બાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલ્યા

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યને 14 દિવસની કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પર ભારત વિરોધી નારા લગાવવાના આરોપમાં રાષ્ટ્રદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. બંનેના વિરૂદ્ધ વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે બંને આરોપીઓની પોલીસ કસ્ટડીની અવધિ સમાપ્ત થતાં સુરક્ષાના કારણે દક્ષિણી દિલ્હીના પોલીસ મથકમાં દંડાધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. સોમવારે એક દંડાધિકારીએ પોલીસને આ બંને વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરવા માટે વધુ એક દિવસ આપ્યો હતો.

બંને વિદ્યાર્થીઓને ગત મંગળવાએ જેએનયૂ પરિસરના મુખ્યા દ્વાર પર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. કન્હૈયા કુમારની ધરપકડ બાદ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેએનયૂ પરિસરમાં સંસદ હુમલાના દોષી અફજલ ગુરૂને ફાંસી આપવાના વિરોધમાં 12 ફેબ્રુઆરીના રોજ એક આયોજન કરવામાં આવ્યું હતું.

You might also like