Categories: India

JNUનાં 3 વિદ્યાર્થીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ : એક જર્નાલિસ્ટની ધરપક઼ડ

નવી દિલ્હી : દિલ્હી પોલીસે જેએનયુનાં 3 વિદ્યાર્થીઓની વિરુદ્ધ લુટ આઉટ સર્કુલર બહાર પાડવામાં આવ્યું છે. આરોપ છે કે આ વિદ્યાર્થીઓએ 9 ફેબ્રુઆરીનાં રોજ યૂનિવર્સિટીમાં દેશ વિરોધી નારેબાજી કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે તેમને પકડવા માટે ટુંક જ સમયમાં ઇનામની જાહેરાત પણ કરી શકે છે. બીજી તરફ દેશદ્રોહનાં આરોપી કનૈયા પોતાની ધપકડને જ ખોટી ઠેરવી રહ્યા છે. કનૈયાએ હાલ આ અંગેની સુપ્રીમ કોર્ટમાં અજી પણ કરી છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાઉથ દિલ્હીનાં ડીસીપી પ્રેમનાથે ફોરેન રીઝનલ રજિસ્ટ્રેશન ઓફીસને એક લેટર મોકલ્યો છે. જેમાં આ ત્રણ વિદ્યાર્થીઓ દેશબહાર ભાગી જાય તેવી શંકા વ્યક્ત કરતા તેનાં પર નજર રાખવા માટેનાં આદેશો પણ આપવામાં આવ્યા છે.
પોલીસે ત્રણેય ફરાર વિદ્યાર્થીઓનાં કોલ રેકોર્ડ્સની તપાસ પણ કરવામાં આવી રહી છે. જેથી તે ભાળ મેળવી શકાય કે તેઓ કયા લોકોનાં ટચમાં રહેતા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેમાંથી એક વિદ્યાર્થીએ 9 ફેબ્રુઆરીથી પોતાનાં ફોન દ્વારા એક મેસેજ પણ સર્કુલેટ કર્યો હતો. હાલ તો પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. તેઓનાં છેડા ક્યાં ક્યાં અડતા હતા તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા યુપીનાં બિઝનોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બિઝનોરમાં તેઓએ એક જર્નાલિસ્ટની ધરપકડ કરી હતી. આ જર્નાલિસ્ટ ફરાર વિદ્યાર્થીઓ પૈકી એકનો મિત્ર હતો. પોલીસે તેને શુક્રવારે રાત્રે જ દિલ્હી લઇને આવી અને મળેલી જાણકારી અનુસાર પોલીસ તેની સતત પુછપરછ કરી છે. તે જર્નાલિસ્ટ ફરાર વિદ્યાર્થીઓનાં સંપર્કમાં હોવાની શંકા પોલીસ સેવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જેએનયુ વિવાદ ખુબ જ વિવાદિત મુદ્દો બન્યો છે.

Navin Sharma

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

8 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

8 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

9 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

9 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

9 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

9 hours ago