JNU : ઉમર ખાલિદની એક સેમેસ્ટર માટે હકાલપટ્ટી, કનૈયા પર 10 હજારનો દંડ

નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં કથિત રીતે દેશ વિરોધી નારાઓ લગાવવાનાં મુદ્દે આરોપી વિદ્યાર્થીઓ ઉમર ખાલીદને એક સેમેસ્ટર માટે હકાલપટ્ટી કરવામાં આવી છે. જેએનયૂં વિદ્યાર્થી અધ્યક્ષ કન્હૈયા કુમાર પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત મુજીબ ગટ્ટુને 2 સેમેસ્ટરનાં માટે હાંકી કાઢવામાં આવ્યો છે. અનિર્બાન ભટ્ટાચાર્યને 15 જુલાઇ સુધી અભ્યાસ નહી કરવા માટેનાં આદેશો આપવામાં આવ્યા છે.

યુનિવર્સિટી દ્વારા અનિર્બાનને પાંચ વર્ષ સુધી જેએનયૂમાં કોઇ પણ પ્રકારનો કોઇ પણ કોર્સ કરતા પણ અટકાવી દેવામાં આવી છે. પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આશુતોષ કુમાર પર 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમણે એક વર્ષનાં માટે હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. સૌરવ શર્મા પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેએનયુની તપાસ સમિતીએ કનૈયાનો 9 ફેબ્રુઆરીનાં રોજ થયેલા કથિત વિવાદિત કાર્યક્રમમાં અનુશાસનાત્મક માનદંડો તોડવાનાં મુદ્દે દોષીત ઠર્યા છે.

યુનિવર્સિટીમાં 9 ફેબ્રુઆરીનાં રોજ આતંકવાદી અફઝલ ગુરૂ અને મકબુલ બટ્ટનાં માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કથિત રીતે દેશવિરોધી નારા લગાવાયા હતા. આ નારાઓનાં વીડિયો પણ સામે આવ્યો હતો. જો કે વીડિયોની સાથે છેડછાડ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. આ મુદ્દે જેએનયુ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કનૈયા કુમાર, ઉમર ખાલિદ સહિત અન્ય વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ તમામ વિદ્યાર્થીઓ 6 મહિનાનાં જામીન પર બહાર છે.

You might also like