Categories: India

જેએનયુ વિવાદ રાજકીય જંગમાં ફેરવાયો

નવીદિલ્હી : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના બનાવને લઇને રાજકીય ગરમી વધી રહી છે. જેએનયુ મુદ્દે ભાજપ અને કોંગ્રેસની નેતાગીરી વચ્ચે રાજકીય જંગ છેડાયા જેવી હાલત સર્જાઈ હતી. કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢતા ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્ર વિરોધી તત્વોને ટેકો આપી રહ્યા છે. દરમ્યાનમાં આસામના જોરહાટમાં ચૂંટણી પ્રચાર કરતા રાહુલ ગાંધીએ આજે ચૂંટણી સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આસામમાં ચૂંટણી હોવાના પરિણામ સ્વરુપે ભાજપ અને સંઘના લોકો મેદાનમાં આવી ગયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને સંઘને દરેક જગ્યાએ ત્રાસવાદ દેખાય છે. યુનિવર્સિટીમાં પણ ત્રાસવાદ દેખાય છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કેટલી હદે ભાંગી પડી છે કે હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવાની ફરજ પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપ હેઠળ કેન્દ્રમાં રહેલી સરકાર એક પછી એક સફળતા મેળવી રહી છે ત્યારે સફળતાના લાભ મેળવવાના બદલે બિનજરૂરી આક્ષેપબાજીમાં કોંગ્રેસ પાર્ટી વ્યસ્ત છે અને હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવામાં પણ આગળ આવી રહ્યા છે.

કોંગ્રસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દેશ સમક્ષ માફી માંગવી જોઇએ અને આ મુદ્દે પાર્ટીનું વલણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. કોંગ્રેસ લીડરશીપ ઉપર તેજાબી પ્રહારો કરતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉપપ્રમુખ આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા છે. રાષ્ટ્ર વિરોધી તત્વો વચ્ચે પણ હવે તેઓ ભેદ કરી શકતા નથી. કેન્દ્ર સામે લડવામાં નિષ્ફળ રહેલા રાહુલ હવે બિનજરૂરી મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. દેશમાં અલગતાવાદીઓને ટેકો આપવાની કેમ ફરજ પડી રહી છે.

દેશના બીજા ભાગલાની દિશામાં પ્રયાસો રાહુલ દ્વારા કરાઈ રહ્યા છે. જેએનયુમાં જે કંઇપણ બન્યું છે તેને રાષ્ટ્ર તરફી ગણી શકાય નહીં. યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેને ભારતીયો ક્યારે પણ સ્વીકારી શકે નહીં. કોંગ્રેસ પાર્ટીનું આ મુદ્દે વલણ શું છે તે સ્પષ્ટ થવું જોઇએ. ભાજપ પ્રમુખે રાહુલ ઉપર વધુ પ્રહારો કરતા કહ્યું છે કે, જ્યારે એક પ્રતિષ્ઠિત સંસ્થા અલગતાવાદીઓ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે હબ બને ત્યારે કેન્દ્ર સરકાર મૌન રહે તેમ રાહુલ ઇચ્છે છે.

અમિત શાહે રાહુલ ગાંધી ઉપર તેજાબી પ્રહારો કરતા જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓની સરખામણીમાં નાઝીગાળામાં જર્મનીમાં થયેલી ઘટનાઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ એડોલ્ફ હિટલરની વિચારધારાને અપનાવે છે તો તે કોંગ્રેસ પાર્ટી છે. રાહુલ ગાંધી આજના ભારતની સરખામણી હિટલરના જર્મની સાથે કરે છે. હિટલરની વિચારધારા માત્ર કોંગ્રેસના ડીએનએમાં જ રહેલી છે.

અફઝલ ગુરુના સમર્થકોને ટેકો આપીને રાહુલ ગાંધી કયા પ્રકારની દેશભક્તિ દર્શાવી રહ્યા છે તે અંગે ખુલાસો કરવો જોઇએ. રાહુલે દેશની માફી માંગવી જોઇએ. કોંગ્રેસ ઉપપ્રમુખે અગાઉ એનડીએ સરકાર પર પ્રહારો કર્યા હતા.દરમ્યાનમાં આસામના જોરહાટમાં ચૂંટણી પ્રચાર કરતા રાહુલ ગાંધીએ આજે ચૂંટણી સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આસામમાં ચૂંટણી હોવાના પરિણામ સ્વરુપે ભાજપ અને સંઘના લોકો મેદાનમાં આવી ગયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને સંઘને દરેક જગ્યાએ ત્રાસવાદ દેખાય છે. યુનિવર્સિટીમાં પણ ત્રાસવાદ દેખાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો ભાષણબાજી કરવામાં અને ખોટા વચનો આપવા માટે જાણિતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ભાષણબાજી કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મોટા મોટા ભાષણો આપી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, ક્લિન ઇન્ડિયાની વાત દરરોજ કરી રહ્યા છે. નવા સ્લોગનો આપવામાં આવી રહ્યા છે.

રાહુલે કહ્યું હતું કે, ચૂંટણી બાદ મોદી બિહારમાં દેખાતા નથી. મહાત્મા ગાંધીને ગોળી મારનાર લોકો પણ આજ પ્રકારનું વલણ ધરાવતા હતા. બ્રિટિશ શાસનનો મુદ્દો પણ રાહુલે ઉઠાવ્યો હતો. આસામમાં અન્ય એક રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો જુદા જુદા મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે. આ લોકો વિભાજનની રાજનીતિ રમી રહ્યા છે. લોકોમાં ઘૃણા ફેલાવી રહ્યા છે. જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓ તમામ લોકોને દેખાઈ રહી છે.

લોકો ઉપર બિનજરૂરી અભિપ્રાય લાદવામાં આવી રહ્યા છે. આસામના સોનિતપુર જિલ્લામાં પક્ષની બેઠકને પણ તેઓએ સંબોધી હતી. દેશની સંસ્કૃતિ પ્રત્યે ભાજપ અને સંઘને કોઇ સન્માન નથી. ભાજપને દરેક બાજુ તેમના વચનો જ દેખાય છે અને તેમના અભિપ્રાયને લાગૂ કરવામાં આવે તેમ ઇચ્છે છે. તેમના અભિપ્રાય સાથે જે લોકો સહમત નથી તે લોકોને ત્રાસવાદ તરીકે ગણવામાં આવે છે. ભાજપે વર્ષો સુધી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિભાજનની નીતિ અપનાવી છે.

ત્રાસવાદનો તરીકો પણ પણ લોકોને ગણાવ્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ તમામ સંસ્કૃતિનું સન્માન કરે છે. ભાઈચારા અને એકતાને મહત્વ આપે છે.જેએનયુમાં દેશવિરોધી સૂત્રો પોકારવાના આરોપમાં દેશદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીસંઘના નેતા કન્હૈયાકુમારને આજે પતિયાલા કોર્ટમાં હાજર કરવા આવ્યો ત્યારે કોર્ટસંકુલમાં કહેવાતા વકીલો અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

વકીલોએ ‘ભારતમાતા કી જય’ના નારા લગાવ્યા હતા.જ્યારે પતિયાલા હાઉસ કોર્ટ બહાર ભાજપ ધારાસભ્ય ઓ પી શર્મા અને તેમના ટેકેદારો પર એક વ્યક્તિને માર મારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સંકુલમાં કેટલાક લોકો સાથે મારામારીની ઘટના પણ બહાર આવી છે. અદાલતમાં સુનાવણી અગાઉ વકીલ જેવા કહેવાતા કેટલાક લોકો કોર્ટરૂમમાં ઘૂસી ગયા હતા.

મોટે ભાગે જેએનયુના વિદ્યાર્થીઓ અને વકીલો તથા મીડિયાકર્મીઓ સાથે ધક્કામુક્કીકરવા લાગ્યા અને તેમને કોર્ટ સંકુલ છોડીને જવાનું કહેવા લાગ્યા ત્યારે આ અથડામણ થઈ હતી. તેમણે નારા લગાવ્યાહતા,’તમે(જેએનયુ) રાષ્ટ્રવિરોધી  અને આતંકવાદીઓ પેદા કરો છો. તમારે દેશની બહાર હોવું જોઈએ. ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ, જેએનયુને બંધ કરો’. ત્યાર બાદ તેમણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને બહારની તરફ ધક્કા માર્યા હતા.

વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કોર્ટરૂમમાંથી બહાર જવાનો ઈન્કાર કર્યો.ત્યારે તેમણે ત્રણ વિદ્યાર્થીઓને માર માર્યો હતો. મીડિયાકર્મીઓએ તેમનો વિરોધ કર્યો તો તેમણે તેમની પર પણ હુમલો કર્યો હતો. તેમાં  પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના બે પત્રકારો ઘાયલ થયા હતા.

Navin Sharma

Recent Posts

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

18 mins ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

26 mins ago

Stock Market : ત્રણ દિવસમાં રોકાણકારોના રૂ. 3.62 લાખ કરોડ ડૂબ્યા

નવી દિલ્હી: આ સપ્તાહની શરૂઆતથી જ ત્રણ દિવસ સુધી શેરબજાર સતત રેડ ઝોનમાં જોવા મળ્યું છે. ગઇ કાલે પણ સેન્સેક્સ…

30 mins ago

ખારીકટ કેનાલમાં CCTV કેમેરા લગાવ્યા પણ જુએ છે કોણ?

અમદાવાદ: ગત તા. ૧ મેથી તા. ૩૧ મે સુધી શહેરમાં રાજ્ય સરકારના સુજલામ સૂફલામ જળ અ‌િભયાન ૨૦૧૮ હેઠળ તળાવોને ઊંડા…

35 mins ago

LG હોસ્પિટલમાં જાવ તો મોબાઈલ ફોનનું ધ્યાન રાખજો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં ગંદકી જેવી સમસ્યા તો દર્દીઓને પરેશાન કરે છે પરંતુ હવે તો મોબાઇલ ચોરનો ઉપદ્રવ…

38 mins ago

શહેરમાં બેફામ વાહનચાલકોએ એક વર્ષમાં 142નો લીધો ભોગ

અમદાવાદ: જાહેર રસ્તાઓ પર ફૂલસ્પીડે વાહન ચલાવતા વાહનચાલકોએ છેલ્લા એક વર્ષમાં જ ૧૪ર લોકોનો ભોગ લીધો છે. જયારે ૪૩ લોકો…

40 mins ago