Categories: India

JNU: તપાસ રિપોર્ટ બાદ કનૈયા સહિત 8 વિદ્યાર્થી પરથી પ્રતિબંધ હટાવાયો, પરંતુ ક્લીન ચિટ નહીં..

JNU મામલે તપાસ રિપોર્ટ આવ્યા બાદ કનૈયા સહિત 8 વિદ્યાર્થીઓ પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. 9 ફેબ્રુઆરીના રોજ વિવાદિત કાર્યક્રમના આરોપ સર આઠ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે કમીટીની ભલામણના પગલે હજી યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવાનો બાકી છે. ઉલ્લેખનિય છે  કે 9 ફેબ્રુઆરી 2016ની સાંજે યુનિવર્સિટી કેમ્પસમાં સંસદ હુમલાના દોષી અફસલ ગુરૂને લઇ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથિત રીતે દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી. આ મામલે કનૈયા સહિત અન્ય વિદ્યાર્થીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. જેમાં ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય, આશુતોષ, રમા નાગા, અનંત કુમાર, શ્વેતા રાજ અને ઐશ્વર્યા અધિકારીના નામ પણ સામેલ છે. જેમાં કનૈયાની દેશદ્રોહ મામલે જમાનત થઇ ગઇ છે. જ્યાં ઉમર અને અનિર્બાન હજી પણ જેલમાં જ છે.

યુનિવર્સિટીમાં 11 ફેબ્રુઆરીના રોજ તપાસ કમીટી બનાવવામાં આવી હતી અને 12 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે બરતરફ કરવામાં આવ્યા છે તેનો મતલબ એવો નથી કે વિદ્યાર્થીઓને ક્લીન ચીટ આપવામાં આવી છે. કુલપતિ એમ. જગદીશ કુમાર દ્વારા રિપોર્ટનું પરીક્ષણ કરવામાં આવ્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. સમિતિના પ્રથમ રિપોર્ટમાં યુનિવર્સિટીના આઠ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા દેવા અંગે જણાવવામાં આવ્યું હતું. જ્યારે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી હોસ્ટેલમાં અતિથિની રીતે રહેવા દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. તપાસ સમિતિએ તેમનો રિપોર્ટ શુક્રવારે આપ્યો હતો અને ત્યાર બાદ વિદ્યાર્થીઓ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કુલપતિ અને કનૈયા એકબીજાને મળ્યા પણ હતા.

Navin Sharma

Recent Posts

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

34 mins ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

2 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

2 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

2 hours ago

ઈલાયચી-મરી સહિત તેજાનાના ભાવમાં 45 ટકા સુધીનો ઉછાળો

નવી દિલ્હી: દેશના જથ્થાબંધથી લઇને છૂટક બજારમાં ઇલાયચી, જાવિંત્રી, જાયફળ, મરી જેવા તમામ મસાલાના ભાવ ૪૫ ટકા જેટલા મોંઘા થઇ…

3 hours ago