PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર થયેલા હુમલા મામલે જીતુ વાઘાણીનું નિવેદન

સુરતઃ શહેરમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર થયેલ હુમલા અંગે પરેશ ધાનાણી દ્વારા ભાજપની મીઠી નજર હેઠળ હુમલો થયો હોવાનું તેમજ ભાજપની બી ટીમ ગુજરાતની પ્રજાને પ્રતાડિત કરી રહી હોવાનાં નિવેદનો કરવામાં આવ્યાં હતાં. જે અંગે જીતુ વાઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે, પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.

અલ્પેશ પર હુમલો કરનાર વ્યકિત ભાજપનાં કાર્યકર્તા નથી. કોંગ્રેસ બી ટીમની વાત કરી રહી છે પરંતુ ભૂતકાળમાં કોંગ્રેસની ડી ટીમ હતી. જે ટીમો લતીફ, મોહમ્મદ સુરતીનાં નામે ઓળખાતી હતી. જેઓને આશ્રય કોંગ્રેસની સરકારમાં અપાતો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરવામાં આવ્યો હોવાંની એક ઘટના સામે આવી હતી. જેમાં વરાછામાં તાપી દર્શનનાં ગેટે કારમાં આવેલાં 5 શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે કથિરીયાએ અભીજીરા અને તેનાં સાગરીતો સામે ફરિયાદ પણ નોંધાવી હતી. ઘરનાં ગેટ પાસે જ અલ્પેશ કથીરિયા પર હુમલો કરનારાઓ પાસે તિક્ષ્ણ હથિયાર હતાં અને આ હુમલામાં આ અલ્પેશ કથીરિયાને ઇજા પણ પહોંચી છે.

મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન (PAAS)નાં કન્વીનર અલ્પેશ કથીરિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં સોસાયટીમાં અલ્પેશ પર હુમલો થયો હતો.

જો કે મહત્વનું છે કે અલ્પેશને મળવા આવેલાં અભીજીરાએ તેનાં મિત્રો સાથે તેની પર હુમલો કર્યો હતો. અલ્પેશને કહેવામાં આવ્યું કે,”તું પાટીદાર નેતા બને છે. તેમ કહીને ચપ્પા વડે હુમલો કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ હુમલા બાદ અલ્પેશે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવેલી છે.

You might also like