JIOનો નવો ધમાકો , 200 રૂપિયામાં જોઇ શકાશે HD ટીવી ચેનલ્સ

મોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યા પછી રિલાયન્સ જિયો હવે ટીવીની દુનિયામાં ધમાલ કરવા માટે તૈયાર છે. આ સિવાય રિલાયન્સ કંપની બ્રોડબેન્ડ આપવાની તૈયારીમાં પણ છે. આ અંગે પહેલા પણ ચર્ચા થઇ ગઇ છે. ટીવીની વાત કરીએ તો રિલાયન્સ જિયો ટૂંક સમયમાં DTH સેટ ટૉપ બોક્સ અને ઇન્ટરનેટ પર આધારિત IPTV લોન્ચ કરી શકે છે. જોકે કંપની તરફથી સત્તાવાર રીતે કોઇ પણ માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ જિયો હવે નવી સર્વિસ પર કામ કરી રહી છે અને તે Jio Home Tv છે.

એક રિપોર્ટ અનુસાર, Jio Home Tv યૂઝર્સને 200 SD અને HD ચેનલ માત્ર 400 રૂપિયા પ્રતિ મહિનામાં દેખાડશે. એટલે કે કંપની 2 રૂપિયામાં HD ચેનલ બતાવશે. પ્લાનમાં માય જિયો એપમાં એડ કરી દેવામાં આવ્યા છે. જોકે હજુ તે અંગે સ્પષ્ટતા નથી કે JioHomeTV સર્વિસ DTH સેટ ટૉપ બોક્સ સર્વિસની જગ્યા લેશે કે પછી એક અલગ જ સર્વિસ હશે.

તમને જણાવી દઇએ કે, જિયો ટીવીને લઇને પહેલા પણ ઘણી ચર્ચા થઇ ચૂકી છે કે જિયો પોતાની ટીવી સર્વિસ ઇન્ટરનેટની મદદથી આપશે, તેની ટેસ્ટિંગ ચાલી રહી છે. ઘણી વખત જિયોના સેટ ટૉપ બોક્સની ફોટો પણ સામે આવી છે, થોડા સમય પહેલા જિયો બ્રોડકાસ્ટ એપને ગૂગલ પ્લે સ્ટોરમાં જોવા મળી હતી, જેમાં હતુ કે જિયો HD ક્વૉલિટી ની સ્ટ્રીમિંગ જિયો બ્રોડકાસ્ટ સર્વિસ આપશે. તમને જણાવી દઇએ કે, ગત વર્ષે જિયોએ કહ્યુ હતુ કે તેઓ ભારતમાં eMBMS બ્રોડકાસ્ટ સ્ટ્રીમિંગ આપશે, જોકે કંપની હાલમાં તેની પર કામ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં એવી ચર્ચા હતી કે રિલાયન્સ જિયો એવું લેપટૉપ લાવવાની તૈયારીમાં કરી રહી છે, જેમાં મોબાઇલની જેમ સિમ કાર્ડ લગાવી શકાશે, એટલે કે ઇન્ટરનેટ ચલાવવા માટે અલગથી ડેટા કાર્ડ અથવા તો WIFI કનેક્શનની જરૂર નહી પડે. રિલાયન્સ જિયો અમેરિકન કંપની ક્વાલકૉમની સાથે મળીને એવું લેપટૉપ લાવવાની તૈયારી કરી રહી છે આ લેપટોપ વિન્ડોઝ 10 પર કામ કરશે.

You might also like