Reliance Jio માર્ચ 2017 સુધી વધારી શકે છે ‘વેલકમ ઓફર’

રિલાયન્સ જીયો ઇન્ફોકોમ પોતાના ગ્રાહકોને 31 ડિસેમ્બર સુધી વેલકમ ઓફર આપી રહી છે. આમાં જીયો ગ્રાહકોને વર્ષના અંત સુધી અનલિમિટેડ વોઇસ કોલિંગ, એસએમએસ, જીયો એપ્સ સબ્સક્રિપ્શન સહિત અનલિમિટેડ 4જી ઇન્ટરનેટની સુવિધા મળી રહી છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની આ ઓફર 31 ડિસેમ્બરની જગ્યાએ માર્ચ સુધી વધારી શકે છે.

મીડિયાને મળેલા એક અહેવાલ પ્રમાણે માર્કેટના નિષ્ણાતો પ્રમાણે કંપની પોતાના 10 કરોડ ગ્રાહકોનું લક્ષ્ય મેળવવા ચાહે છે. અને એના માટે તે આ પગલું ભરી શકે છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રામણે મોટા પાયે ચાલી રહેલી જિયોની વેલકમ ઓફર કંપની માર્ચ 2017 સુધી વધારી શકે છે.

આનાથી કંપનીને વધુ ગ્રાહકો મળી શકે છે અને તે પોતાનો 10 કરોડ ગ્રાહકો મેળવવાનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકે છે. આ ટાર્ગેટ પૂરો કર્યા બાદ કદાચ કંપની 130-140 રૂપિયા પ્રતિ જીબીની કિંમત લાગુ કરી શકે છે.

You might also like