Jio યુઝર્સ માટે ખરાબ સમાચાર, 91GB ડેટા પ્લાન પણ હવે મોંઘો થયો

રિલાયન્સ જિયોએ દિવાળી બાદ ફરીથી ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. કંપની તરફથી 91 GB વાળા ડેટા પ્લાનની કિંમતમાં ફેરફાર કર્યો છે. Jio તરફથી 91 GBવાળા આ પ્લાનને થોડા સમય પહેલા જ લૉન્ચ કરવામાં આવ્યો હતો. જિયો તરફથી 91 GB વાળા પ્લાન માટે પહેલા 491 રૂપિયા ચૂકવવાના હતા, જેના હવેથી 499 ચૂકવવા પડશે.

જો કે આ ફેરફાર વિશે કંપની તરફથી ઓફિશિયલી કોઈ જાણકારી આપવામા આવી નથી કે તેની વેબસાઈટ પર પણ કોઈ માહિતી આપવામા આવી નથી. 91 દિવસની મર્યાદાવાળા આ પ્લાનમાં પહેલા દરરોજ 2GB ડેટા આપવામાં આવતો હતો અને હવે તેના પર દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. રિલાયન્સ જિયોનો 91GBનો પ્લાન પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ એવા બંને ગ્રાહકો માટે લાગુ થશે.

જો તમે આ પ્લાનનું રિચાર્જ કરાવવા માગતા હોવ તો માય જિયો એપ દ્વારા કરાવી શકો છો. અન્ય એક 459 રૂપિયાની સ્કીમમાં જિયો 84 દિવસની મર્યાદા સાથે 84 GB 4G ડેટા આપે છે, તો 509 રૂપિયાની સ્કીમમાં 49 દિવસો સુધી 2 GB ડેટા આપે છે.

You might also like