JiO Prime ની નવી ઓફર: By one get one free

રિલાયન્સ જીઓની પ્રાઇમ સબ્સક્રિપ્શન માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. આ વચ્ચે કંપનીએ એક નવી ઓફર શરૂ કરી દીધી છે. એનું નામ છે By one get one free. એના હેઠળ 31 માર્ચ 2017 થી પહેલા રીચાર્જ કરાવનાર જિયો યૂઝર્સ એકસ્ટ્રા ડેટા આપવામાં આવશે. કંપની એના દ્વારા વધારેમાં વધારે યૂઝર્સને પોતાના જિયો પ્રાઇમ સર્વિસમાં સજિસ્ટર કરાવવા ઇચ્છે છે.

303 રૂપિયાનો Prime પ્લાન સબ્સક્રિપ્શન પર 5gb એકસ્ટ્રા ડેટા આપવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર આ 201 રૂપિયાનું બૂસ્ટર પેકની બરાબર હશે, એટલે કે 201 રૂપિયાનો ડેટા ફ્રી આપવામાં આવશે.

303 રૂપિયામાં કુલ મળીને 28gbઅને 5gb એકસ્ટ્રા ડેટા મળશે. પ્રાઇમ પ્લાન હેઠળ 499 રૂપિયાથી ઉપરનવા પેકને એક્ટિવેટ કરાવવામાં તમારે 10gb વધારાનો ડેટા મળશે. આ એકસ્ટ્રા ડેટા 301 રૂપિયાનો હશે. કંપનીના જણાવ્યા અનુસાર આ ડેટા કંપની યૂઝર અકાઉન્ટમાં ઓટોમેટિક અપડેટ કરી દેશ, એના માટે તમારે અલગથી કંઇ કરવાની જરૂર નથી.

રિલાયન્સ જિયોના પ્રાઇમ સર્વિસ માટે યૂઝર 31 માર્ચ સુધી રજિસ્ટર કરાવી શકે છે. એના માટે 99 રૂપિયાનું સબસ્ક્રિપ્શન ચાર્જ આપવો પડે છે. જિઓ પ્રાઇમ સર્વિસ રજિસ્ટ્રેશન માટે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર નંબર દાખલ કરવો પડશે ત્યારબાદ તમારે 99 રૂપિયાનું પેમન્ટ કરવાનું છે. આ ઉપરાંત માય જિયો એપ દ્વારા પણ પ્રાઇમ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

પ્રાઇમ પ્લાનમાં પણ ઘણા પેક્સ છે જેની શરૂઆત 19 રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધી છે.

By one get one free ઓફર માટે સૌથી પહેલા ટ્વિટર પર જાણકારી મળી જ્યાં એક યૂઝરે આ પ્લાન સાથે જોડાયેલ એત સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે.

You might also like