Jio ફોનની ડિલીવરી શરૂ, કઈ રીતે જાણશો ડિલીવરીનું સ્ટેટસ

રિલાયન્સ જીયોના જિયો ફોનની ડિલીવરી 24 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જિયોના માલિક મુકેશ અંબાણીએ કહ્યું છે કે, ‘આ ફોન શહેર અને ગામડા વચ્ચેના અંતરને દૂર કરશે.’ જો કે એવું જાણવા મળી રહ્યું છે કે આ ફોનની ડિલીવરી પહેલા ગામડાઓમાં શરૂ કરાશે. ડિલીવરીના કામને 15 દિવસમાં પૂરું કરાશે.

આ જિયો ફોનની પ્રિ બુકિંગ 24 ઑગસ્ટથી શરૂ કરવામાં આવી હતી. 48 કલાકમાં જ પ્રિ બુકિંગ એટલી બધી વધી ગઈ હતી કે, તેનું બુકિંગ વચમાં જ બંધ કરવું પડ્યું હતું. ફરીથી પ્રિ બુકિંગ ક્યારે શરૂ થશે, તેની કોઈ માહિતી આપવામા આવી નથી. પ્રી બુકિંગ શરૂ થયા બાદ ઓનલાઈન પ્રિ બુકિંગ જિયોની વેબસાઈટ પરથી કરી શકાશે અને ઓફલાઈન બુકિંગ જિયો સ્ટોર અને રિટેલર પાસેથી પણ થઈ શકશે.

કઈ રીતે જોશો જિયો ફોનનું પ્રિ બુકિંગનું સ્ટેટસ:
તમે જિયો ફોનનું સ્ટેટસ જાણવા માટે 18008908900 પર કૉલ કરો. જ્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર માંગશે. આ એ જ નંબર હશે, જે તમે ફોનના પ્રિ બુકિંગ દરમ્યાન આપ્યો હશે. એ નંબર જણાવ્યા પછી તમે સ્ટેટસ જાણી શકશો. ઉપરાંત તમે ફોનમાં myJio એપ કરી, તેના માય વાઉચર સેક્શનમાં જાઓ. જ્યાં તમને ફોનને ટ્રેક કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જ્યાં તમને ફોનની ડિલીવરીનું સ્ટેટસ જાણવા મળી જશે.

આકર્ષક ઓફર સાથે જિયો કંપની ફોન ફ્રીમાં આપી રહી છે, જેની કિંમત 1500 રૂપિયા છે. જો કે આ સિક્યોરિટી મની છે, જે તમારે બે વાર ચૂકવવી પડશે. પ્રિ બુકિંગ દરમ્યાન તમારે 500 રૂપિયા આપવા પડશે અને ફોનની ડિલીવરી વખતે 1000 રૂપિયા આપવા પડશે. આ 1500 રૂપિયા તમને ત્રણ વર્ષ પછી પાછા મળશે, પરંતુ તેના માટેની શરત એ છે કે, આ ફોન તમારે પાછો આપવો પડશે.

You might also like