Jio Phone પછી નવા ધમાકા સાથે તૈયાર રિલાયન્સ, જલ્દી આવશે આ શાનદાર પ્રોડક્ટ…

રિલાયન્સ જિયો ફોન લોન્ચ કરયા પછી તેઓ એક નવા ધમાકા સાથે તૈયાર છે. એવી ખબર મળી છે કે રિલાયન્સ જિયો 4જી ફીચર ફોન લોન્ચ કરયા પછી સિમ કાર્ડ સપોર્ટ સાથે લેપટોપ લોન્ચ કરવા જઈ રહ્યા છે. મીડિયા રીપોર્ટસ અનુસાર રિલાયન્સ સિમ કાર્ડ સપોર્ટ વાળો લેપટોપને લોન્ચ કરવા ચિપસેટ બનાવનાર કંપની ક્વાલકોમ સાથે વાતચીત કરી રહી છે.

એવી ખબર આવે છે કે રિલાયન્સ જિયોનો લેપટોપ જિયોના 4G સીમ સાથે જ આવશે. જો કે આ બાબત પર રિલાયન્સે કોઈ અધિકારીક રીતે વાત કરી નથી. કંપનીની તરફથી જાણકારી મળતા અમે તમને સૌથી પહેલા જાણ કરીશુ.

તમને એ પણ જણાવી દઈએ કે સચીન ટેન્ડુલકરના શેર વાળી મોબાઈલ બનાવનાર કંપની Smarton પણ ક્વાલકોમની ચીપ સાથે લેપટોપ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. કંપનીએ કીધુ હતુ કે ક્વાલકોમના સ્નેપડ્રેગન 835 પ્રોસેસરની સાથે ભારતીય માર્કેટમાં લેપટોપ લોન્ચ કરી રહી છે.

જો કે જાણવા જેવુ એ છે કે ક્વાલકોમ અને માઈક્રોસોફ્ટે પણ પાર્ટનરશીપની જાણકારી આપી દીધી છે. ત્યાંજ ક્વાલકોમે સ્નેપડ્રેગન 835 પ્રોસેસર વાળા લેપટોપ HP Envy x2, Miix 630 અને Asus NovaGo ની જાહેરાત કરી દીધી છે.

You might also like