Jio ફોનનાં બુકિંગ પહેલા જ ક્રેશ થઇ વેબસાઇટ : લોકોનો ધસારો

નવી દિલ્હી : રિલાયન્સનાં મોસ્ટ અવેઇટેડ જીયો ફોનનું બુકિંગ ગુરૂવારે સાંજે 5.30 વાગ્યાથી ચાલુ થતાની સાથે જ ક્રેશ થઇ ગઇ. હેવી ટ્રાફીકનાં કારણે કંપનીની વેબસાઇટ ખુબ જ મુસીબતે ઓપન થઇ રહી છે. વેબસાઇટનાં હોમપેજ પર જે જિયો ફોન બુકિંગનું ઓપ્શન આવી રહ્યું છે તેનાં પર ક્લિક કરવાથી કોન્ટેક્ટ સરવર એરર આવી રહ્યું છે. સાથે જ માય જીયો એપથી પણ ફોનનું બુકિંગ અત્યાર સુધી ચાલુ નથી થઇ શકી છે. એવામાં ઓનલાઇન ફોન બુક કરનારા યુઝર્સને ઘણી પરેશાની થઇ રહી છે, કારણ કે ઓનલાઇન જિયો ફોન બુકિંગ માટે માત્ર બે પ્લેટફોર્મ છે. નોંધનીય છે કે કંપનીએ એપ દ્વારા પણ ફોન બુક કરવાનાં નોટિફિકેશન બે દિવસ પહેલાથી મોકલવાનું ચાલુ કરી દીધું હતું.

કંપનીની પોલિસી અનુસાર વહેલા તે પહેલાનાં ધોરણે ફોન આપવામાં આવશે. તેનાં માટે કંપનીએ ઓગષ્ટનાં મહિનાથી જ સબ્સ્ક્રિપ્શન લેવાનું ચાલુ કરી દીધું હતું.

ત્રણ વર્ષનાં ફ્રી રિફંડેબલ પ્લાનની સાથે જ મળી રહેલા 1500 રૂપિયાની કિંમતનાં આ ફોન માટે બુકિંગનો સમય 500 રૂપિયા ચુકવવા પડશે, બાકી 1 હજાર રૂપિયા ડિલિવરી સમયે આપવાનાં રહેશે. ફોન સપ્ટેમ્બરનાં પહેલા અઠવાડીયામાં યુઝર્સ સુધી પહોંચવાનું ચાલુ થઇ જશે. રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણીએ ગત્ત 22 જુલાઇએ કંપનીની 40મી એજીએમમાં આ ફોનને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

You might also like