JIOએ લોન્ચ કર્યા 3 નવા પ્લાન, રોજ મળશે 5GB ડેટા

રિલાયન્સ Jioએ તેના પોસ્ટ-પેઇડ અને પ્રી-પેઇડ યુઝર્સ માટે ઘણી યોજનાઓ રજૂ કર્યા પછી ફરી એક વખત બજારમાં ત્રણ નવી યોજનાઓ રજૂ કરી છે. જોકે આ વખતે Jioએ Wi-Fi હોટસ્પોટ માટે પણ એક યોજના રજૂ કરી હતી. ચાલો તમને જણાવી દઈએ કે Jiolink હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યું નથી પરંતુ તેનું કેટલાક શહેરોમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.

પ્રિ વ્યુ ઓફર હેઠળ, Jiolink રૂ 2,500 માટે ખરીદી શકાય છે પરંતુ જો તમે પહેલાથી જ Jiolink વાપરી રહ્યા છો તો પછી કંપનીએ તમારા માટે ત્રણ નવી યોજનાઓ શરૂ કરી છે, જેમાં રૂ. 699, 2,099 અને 4,199ની યોજનાઓનો સમાવેશ થાય છે.

પ્રથમ રૂ. 699ની યોજના વિશે ચર્ચા કરીએ તો તેની માન્યતા 28 દિવસની છે અને તમને રોજના 5 GB એટલે કુલ 140 GB ડેટા મળશે. ડેટા સમાપ્ત થયા પછી 64Kbpsની ઝડપ આપવામાં આવશે. આ સિવાય, આ ઓફર હેઠળ કુલ 16 GB ડેટા એક્સટ્રા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રૂ 2,099ની યોજનામાં દર રોજ 5 GB ડેટા ઉપલબ્ધ છે પરંતુ તેની માન્યતા 98 દિવસની છે. JIO ડબલ ધમાકા ઑફર સાથે કુલ 538 GB ડેટા મળશે.

હવે, 4,199 રૂપિયાની યોજના વિશે વાત કરીએ તો તેમાં દિવસ દીઠ 5 GB ડેટા મળશે અને પ્લાનની માન્યતા 196 દિવસની હશે. આ યોજનામાં કુલ 1,076 જીબી ડેટા ઉપલબ્ધ રહેશે. જો કે, આમાંની કોઈપણ યોજનામાં ફ્રી કૉલિંગ અને મેસેજિંગ સુવિધા નથી.

You might also like