Jioની ફ્રી સર્વિસ હવે 15 એપ્રિલ સુધી, રજિસ્ટ્રેશન માટે આપ્યા વધુ 15 દિવસ

નવી દિલ્હીઃ જિયો પોતાના યૂઝર્સ માટે ફરી સારા સમાચાર લઇને આવ્યું છે. કંપનીએ પોતાના ગ્રાહકોની પ્રાઇમ સર્વિસના સબ્સક્રિપ્શન માટે 15 દિવસ લંબાવ્યા છે. આ પહેલાં સ્કીમ 31 માર્ચ સુધી જ હતી. જે કંપનીએ વધારીને 15 એપ્રિલ કરી દીધી છે. એટલે કે રિલાયન્સ જીઓની પ્રાઇમ સર્વિસ માટે સબ્સક્રિપ્સન હજી 15 દિવસ કરી શકાશે.

કંપનીએ જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે સમર સરપ્રાઇઝની પણ જાહેરાત કરી છે. જે અંતર્ગત ત્રણ મહિના સુધી સેવાઓ ફ્રી આપવાની વાત કહેવામાં આવી છે. જિયોના જે યૂઝર્સ અત્યાર સુધી રિલાયન્સ જીયોની પ્રાઇમ મેમ્બરશિપ નથી લઇ શક્યા. તેઓ 15 એપ્રિલ સુધી આ મેમ્બરશિંપ લઇ શકશે.

પ્રાઇમ સર્વિસના સબ્સક્રિપ્શન માટે 99 રૂપિયા આપવાના છે. જોકે સાથે યૂઝર્સને જિયો સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે કંપની તરફથી ચોક્કસ ટેરિફ પ્લાને પણ રિચાર્જ કરવાનો રહેશે. જેમણે જિયો પ્રાઇમ રજિસ્ટ્રેશન સાથે 303નો ટેરિફ ચૂકવ્યો છે. તેમના ટેરિફને હવે જુલાઇમાં કેરી ફોરવર્ડ કરવામાં આવશે.

જીયો પ્રમાણે એક મહિનામાં 7 કરોડ 20 લાખ ગ્રાહકો જિયો પ્રાઇમના મેમ્બર્સ બન્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે આટલા ઓછા સમયમાં ફ્રી સેવાઓને ચૂકવણીની સેવામાં પરિવર્તિત કરવી તે મોટું પગલું છે. તેથી આ અવધીને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને સમય વધારવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like