Jioની ટક્કરમાં BSNL, લોન્ચ કર્યા ફ્રી કોલ અને ડેટા ઓફર

નવી દિલ્લી: સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપની BSNL પોતાના ગ્રાહકો માટે ફ્રી વોઇસ કોલની જાહેરાત સાથે અનલિમિટેડ ફ્રી ઇન્ટરનેટ ઓફર લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે BSNL અલિમિટેડ સ્થાનિક અને એસટીડી કોલની સાથે 300 એમબી ડેટાની જાહેરાત કરી છે. આ પ્લાનને લાવવા પાછળનું કારણ રિલાયન્સ જીયોના ફ્રી અનલિમિટેડ કોલ અને ડેટા ઓફરને ટક્કર આપવાની છે.
99 રૂપિયાના પ્લાનમાં મળશે આ

BSNLના 99 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની રહેશે. આ કિંમતો કોલકત્તા ટીડી, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, આસામ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં નેટવર્કની અંદર કોલ કરવા માટે હશે. અન્ય સર્કલો માટે આ દર 119 થી 149 રૂપિયા રાખવામાં આવી છે.
399 રૂપિયાના પ્લાનમાં આ મળશે

BSNL દ્વારા એસટીવી પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનની કિંમત 339 રૂપિયા છે. આ પ્લાન હેઢળ BSNLના કોઈ પણ નેટવર્ક સાથે 1જીબી ડેટા પણ આપવામાં આવશે. 339 રૂપિયાના આ પ્લાનની વેલિડિટી અખિલ ભારતીય સ્તર પર 28 દિવસની છે.

You might also like