JioPhone માટે લોન્ચ કરવામાં આવી શકે છે ખાસ વર્જનનું Whastapp: રિપોર્ટ

નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 40મી એજીએમ દરમિયાન કંપનીએ સૌથી સસ્તા 4G ફીચર ફોન JioPhone લોન્ચ કર્યો. એની કિંમત ઝીરો રૂપિયા છે, પરંતુ એની સાથે 1500 રૂપિયા સિક્ટોરિટી આપવી પડશે. જાહેરાત બાદથી લોકોના મનમાં કેટલાક પ્રશ્નો છે. એમાંથી આ પ્રશ્ન સૌથી વધારે છે એમાં whatsapp ચાલશે કે નહીં.

એક રિપોર્ટ અનુસાર રિલાયન્સ દુનિયાની સૌથી ઇનસ્ટેન્ટ મેસેજિંગ એપ whatsappની સાથે વાતચીત કરી રહી છે. હાલમાં આ શરૂઆતના સમયમાં કંપની ઇચ્છે છે એક ખાસ વર્જનનું whatsapp એપ તૈયાર કરવામાં આવ્યું જે જિયોફોનમાં ચલાવી શકાય છે.

રિલાયન્સ જિયો અને whatsapp ના અધિકારીઓની વચ્ચે મીટિંગ્સ થઇ છે જે શરૂઆતનું છે. રલિયાન્સ જિયોની બીજા નજીકના સૂત્રનું કહેવું છે કે વાતચીત ચાલી રહી છે અને ફેસબુકની સાથે અમારા રિલેશન પહેલાથી જ છે. એમાં ટેકનીક ચેલેન્જ છે. જિયોફોન માટે એક ખાસ વર્જનની જરૂરીયાત છે જે એમાં સરળતાથી ચાલી શકે.

નોંધનીય છે કે જિયોફોનમાં પહેલાથી જિયોના એપ્સ હશે જેનો ઉપયોગ કરી શકાશે. એમાં જિયો ચેટ પણ હશે ડે ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સર્વિસ છે. જો કે whatsappના મોટા યૂઝર બેસને જોતા કંપની એને ઇગ્નોર કરી શકે નહીં. ટ

ફેસબુક અને મેસેન્જર સહિત બીજા એપ એક એવું લોન્ચ કરે છે જે બજેટ સ્માર્ટફોન અને ઓછા ઇન્ટરનેટ સ્પીડમાં પણ ચાલે છે. ફેસબુક લાઇટ અને મેસેન્જર લાઇટનું ઉદાહરણ છે. એટલા માટે શક્ય છે કે whatsapp પણ જિયોફોન માટે whatsappનું ખાસ વર્જન લોન્ચ કરી શકે છે જે જિયોફોન પર ચાલે.

http://sambhaavnews.com/

You might also like