Categories: India

ઝારખંડમાં પોલીસ ફાયરિંગમાં બેનાં મોત

રામગઢ: ઝારખંડના ગોલા સ્થિત આઈપીએલ (ઈનલેન્ડ પાવર પ્લાન્ટ)માં થયેલા પોલીસ ફાયરિંગમાં બે વ્યકિતનાં મોત થયાં છે. જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજા થઈ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે રિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના વિરોધમાં લોકોએ સીઓની ગાડીને આગચંપી કરી દીધી હતી. જ્યારે બીજી તરફ આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરિય તપાસ કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે.

ગઈ કાલે વિસ્થાપિતોની માગણીને લઈને આંદોનકારીઓ ગ્રામીણ વ્યવસ્થા અને તંત્ર વચ્ચે ચર્ચા થવાની હતી ત્યારે કેટલાક વિસ્થાપિતો સેનેગઢા નદી પર પહોંચી ગયા હતા. અને ત્યાં ફેકટરીમાં પાણી માટે જે પાઈપ લગાવવામાં આવી હતી તેની તોડફોડ કરતાં મામલો બીચક્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ હતી અને ત્યાં હાજર રહેલા લોકોમાં પોલીસને જોતાં જ રોષ ફેલાઈ ગયો હતો.

divyesh

Recent Posts

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

12 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

16 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

21 mins ago

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે…

37 mins ago

સોમવારે RBI બોર્ડની બેઠક બજારની ચાલ કરશે નક્કી

નવી દિલ્હી: હવે શેરબજારની નજર સોમવારે યોજાનારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક પર મંડાયેલી છે. સરકાર અને…

40 mins ago