whatsapp પર વિવાદાસ્પદ પોસ્ટ આવશે તો ગ્રુપ એડમીન જવાબદાર

નવી દિલ્હી : ઝારખંડમાં જામતાડા જિલ્લામાં થોડા દિવસો પહેલા એક 22 વર્ષીય યુવકની પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું. તેના પર આરોપ હતો કે તેણે વ્હોટસએપ પર ગોમાંસનાં મુદ્દે એક જોક વાઇરલ કર્યો હતો. પોલીસ કસ્ટડીમાં તેનું મોત નિપજ્યું હતું. આરોપ છે કે પોલીસે પુછપરછનાં નામે તેના પર અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. ત્યાર બાદથી ઝારખંડ પોલીસ વ્હોટ્સએપ ગ્રુપ પર નજર રાખી રહી છે.

કસ્ટડીમાં યુવકનાં મોત બાદ ઝારખંડ પોલીસનું માનવું છે કે, ભુલ વ્હોટએપ ગ્રુપ ચલાવનારની છે. જેના માટે પોલીસે સ્પષ્ટ કરી દીધું છેકે વ્હોટ્સએપ પર વિવાદાસ્પદ સામગ્રી વાઇરલ કરવા માટે ગ્રુપ એડમીનને જ જવાબદાર માનવામાં આવશે. કોઇ અનિચ્છનીય ઘટના બને તો વ્હોટ્સએપ ગ્રુપ એડમીનની ધરપકડ કરવામાં આવશે.

વ્હોટ્સએપ ગ્રુપ ચલાવનારા લોકોએ સમજવું જોઇએ કે ગ્રુપનું સંચાલન કરતા સમયે તેની જવાબદારી ઘણી વધી જાય છે. એવામાં કાં તો તે જવાબદાર બને અથવા તો પછી તેવા ગ્રુપ બનાવવાથી બચે. ગ્રુપ એડમિન માત્ર તેવા લોકોને જ ગ્રુપમાં જોડે જેને તે પોતે પર્સનલી પરિચિત હોય. જો કોઇ ગ્રુપ કોઇ પણ પ્રકારની અફવા ફેલાવે છે તો તેના માટે ગ્રુપ એડમીન જ જવાબદાર રહેશે.

You might also like