Jewelry companyના શેરમાં બે સપ્તાહમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો

અમદાવાદ: દેશની અગ્રણી જ્વેલરી પીસી જ્વેલર્સ કંપનીના શેરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગઇ કાલે આ શેર છેલ્લે ૧૮.૪૯ ટકાના ઘટાડે રૂ. ૧૪૫ના મથાળે છેલ્લે બંધ જોવાયો છે. આ શેરમાં સતત સાત સેશનમાં ઘટાડો જોવાઇ રહ્યો છે. અન્ય જ્વેલરી કંપનીના શેર ઉપર પણ તેની નકારાત્મક અસર નોંધાઇ છે.

નોંધનીય છે કે પીસી જ્વેલર્સ કંપનીનો શેર બાવન સપ્તાહની નીચી રૂ. ૧૪૦.૭૦ની સપાટીની નજીક રૂ. ૧૪૫.૦૦ના મથાળે ગઇ કાલે બંધ જોવાયો છે. કંપનીએ આગામી ૨૫ મેએ શેરના બાયબેકની દરખાસ્ત અંગે વિચારણા કરવા માટે બોdરડ બેઠક બોલાવી છે.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નીરવ મોદીનાં બહાર આવેલાં કરોડો રૂપિયાનાં કૌભાંડ બાદ જ્વેલરી કંપનીના શેરમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં. પીસી જ્વેલર્સ કંપનીના વક્રાંગી સાથે કથિત સંબંધોની અટકળ તેજ બની હતી. સેબીએ વક્રાંગી સામે શેર ભાવમાં વધ-ઘટ માટે તપાસ ચાલુ કરી હતી.

શેરમાં ગભરાટના કારણે કંપનીના પ્રમોટર્સ પદમચંદ ગુપ્તાએ તેમની પાસેના ૨૬ ટકામાંથી બે ટકા હિસ્સો તેમના સંબંધીને ગિફ્ટ કર્યો હતો. તેનાથી બજારમાં એવો ગભરાટ જોવા મળ્યો હતો કે ભવિષ્યમાં આ પ્રકારનું મોટું ડીલ થઇ શકે છે તેવા વહેતા થયેલા સમાચારો પાછળ આ કંપનીના શેરમાં અસર જોવા મળી હતી. દરમિયાન અન્ય જ્વેલરી કંપનીઓના શેરના ભાવમાં પણ છેલ્લા બેસપ્તાહમાં ભારે વેચવાલીના કારણે મોટાં ગાબડાં પડ્યાં હતાં.

જ્વેલરી કંપનીના શેરમાં બે સપ્તાહમાં કડાકો
પીસી જ્વેલર્સ – ૫૧.૮૧ ટકા
ટીબીઝેડ + ૨.૧૮ ટકા
થંગામલાઈ જ્વેલરી – ૪.૬૫ ટકા
રેનેશાં જ્વેલરી – ૧.૭૩ ટકા
ગીતાંજલિ જેમ્સ – ૩૫.૩૫ ટકા
લિપ્સા જેમ્સ એન્ડ જ્વેલરી
+ ૨.૬૩ ટકા
વૈભવ ગ્લોબલ + ૦.૭૬ ટકા
તારા જ્વેલર્સ – ૧૯.૫ ટકા

You might also like