Categories: Others Gujarat

કૃષિ નિકાસ માટે રાજ્યનાં તમામ બંદર પર જેટી બનાવાશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર હવે દરિયાઈ માર્ગે થનારી કૃષિ નિકાસને પણ સબસિડી આપશે. કૃષિ નિકાસ વધે તેના માટે રાજ્યના તમામ બંદરો પર જેટી બનાવવામાં આવશે. તેવી જાહેરાત કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ કરી હતી.

અમદાવાદમાં ગુજકોમાસોલની ૫૮મી વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રોડ-ટ્રાન્સપોર્ટ, હાઈવે, શિપિંગ, ફર્ટિલાઈઝર ખાતાના કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ખેડૂતોને સહકારની ભાવના સાથે ખેતી કરવાની અપીલ પણ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોની જૂની અને નવી પેઢીને શ્રમથી દૂર ન ભાગવા જણાવીને તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં અનેક વખત દુષ્કાળ પડ્યા છે, પરંતુ સહકારની ભાવના, પશુપાલન અને ખેતીના મિશ્રણના પરિણામે ખેડૂતો દુષ્કાળની કપરી પરિસ્થિતિમાં ટકી જતા હતા.

એ જ જૂના જમાનાની સહકારની ભાવના સાથે ખેડૂતો કામ કરશે તો ગમે તેવી કફોડી પરિસ્થિતિમાં ખેડૂતો અને પરિવારો સચવાઈ જશે. ખેતી-પશુપાલન એકબીજાનો પર્યાય છે. અત્યાર સુધી કોઈ પણ ફળોની નિકાસ કરવી હોય તો તેની ઈરેડિયેશન પ્રક્રિયા માટે પુણે જવું પડતું હતું.

ગુજરાતના ખેડૂતો હવે કેરી સહિતના કોઈ પણ ફળો નિકાસ કરે છે તો ઘરઆંગણે તાજેતરમાં બાવળામાં ઈરેડિયશન પ્લાન્ટની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે. તેથી તેનો વધુ લાભ ખેડૂતોને લેેવા અપીલ કરી હતી.

અત્યારે હવાઈ માર્ગે થતી નિકાસ માટે સબસિડીની જોગવાઈ છે તે મુજબ જ દરિયાઈ માર્ગે થતી નિકાસમાં પણ સબસિડી અમલી કરવા માટેની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે પહેલી વાર ૧૩૪૯ સભાસદ સહકારી મંડળીઓને આ વર્ષથી ૨૦ ટકા ડિવિડન્ડ અપાયું છે એટલું જ નહીં, આજે જ તેમના ખાતામાં જમા કરાયું છે.

આ પહેલી ઘટના છે. યુરિયા વેચતી સહકારી મંડળીઓના ટનદીઠ કમિશનમાં પણ રૂ. ૧૨૩નો વધારો કરાયો છે, જે રૂ. ૧૬૧થી વધારી રૂ. ૨૮૪ કરાયું છે. ગુજકોમાસોલનો ટર્નઓવરનો ટાર્ગેટ ૨૪૦૦ કરોડથી વધારીને રૂ. ૭૫૦૦ કરોડ કરવાની નેમ છે.

divyesh

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

7 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

7 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

8 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

9 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

9 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

10 hours ago