JEEનું પરિણામ જાહેર, જયપુરનો અમન બંસલ બન્યો ટોપર

નવી દિલ્હીઃ 22 મેના રોજ આયોજિત JEE એડવાન્સનું પરિણામ જાહેર થઇ ગયું છે. જયપુરનો અમન બંસલે IIT-JEEની એડવાન્સ પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જ્યારે કાર્તિક પાટેકર દિલ્હી જોનમાં ટોપર છે. તેનું ઓલ ઇન્ડિયા રેકિંગ 6 છે. JEE-મેંસ ક્લિયર કરનારા બે લાખ વિદ્યાર્થીઓને JEE એડવાન્સ આપવા દેવામાં આવે છે.

JEE એડવાન્સની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. પહેલા પેપરની પરીક્ષા સવારે 9 વાગે અને બપોરે 12 વાગે લેવાઇ હતી. જ્યારે બીજા પેપરની પરીક્ષા બપોરે 2થી 5માં લેવામાં આવી હતી.

 

You might also like