VIDEO: જયંતિ ભાનુશાળીએ મહિલાનું શોષણ કર્યાનો વધુ એક ઓડિયો વાઇરલ

મહિલા સુરક્ષાની વાતો કરનારા નેતાઓ જ આજે વાસનાનાં ભૂખ્યાં બની ગયાં છે. સત્તા અને પાવરમાં લોકો એટલાં મશગૂલ બની ગયાં છે કે જનસેવા નહીં પરંતુ નેતાઓ હવે જનશોષણ કરી રહ્યાં છે. ભાજપ નેતા જયંતી ભાનુશાળીનાં એક બાદ એક કામનાં રહસ્યો ખુલીને સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતની એક યુવતિ સાથે દુષ્કર્મ બાદ ભાનુશાળીની વધુ એક કામલીલા પરથી પડદો ઉઠ્યો છે.

ભાનુશાળીએ અન્ય એક નડિયાદની મહિલાનું પણ શોષણ કર્યું હોવાંનો એક ઓડિયો સામે આવ્યો છે. આ વાયરલ ઓડિયોમાં પીડિત મહિલા એવું જણાવી રહી છે કે, 6 વર્ષ પહેલાં કચ્છમાં એક કાર્યક્રમ દરમ્યાન હું ભાનુશાળીનાં સંપર્કમાં આવી હતી. ત્યારે મારી આર્થિક સ્થિતિ સારી ન હોવાંથી હું તેનાં શોષણનો ભોગ બની હતી.

જે બાદ પૈસાનાં બદલામાં ભાનુશાળી મને ભોગવતો હતો. છેલ્લાં 6 વર્ષથી તે સતત મારૂ શોષણ કરી રહેલ છે. 6 મહિનાથી તે ફોન પણ નથી ઉપાડી રહ્યો. પરંતુ જ્યારે સુરતની ઘટના સામે આવી તો જાહેરમાં આવવાની મારી પણ હિંમત થઈ. મારી પાસે ભાનુશાળી વિરુદ્ધ તમામ પુરાવાઓ પણ છે અને હું આ બાબતે નડિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પણ ગઈ હતી. પરંતુ પોલીસે મારી એક પણ ન સાંભળી.

આ તમામ શબ્દો નડિયાદની પીડિતાનાં છે કે જેને ભુખ્યા નેતાએ હવસ કરીને શોષણ કર્યું છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે, ભાનુશાળી સામે એક બાદ એક નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. તેની અશ્લિલ હરકતોનો હવે દિવસે ને દિવસે સતત પર્દાફાશ થઈ રહ્યો છે. મહત્વનું છે કે મહિલાઓનું શોષણ કરાયું હોવાંની ઘટના સામે આવી છે ત્યારે પણ ભાજપ ભેદી મૌન ધારણ કરીને બેઠેલ છે. પોતાનાં નેતા વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી.

You might also like