Categories: Gujarat

પરિચિત દ્વારા જ જયનું અપહરણ કરાયુંઃ પોલીસ

અમદાવાદ: ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા જય પટેલ નામના કિશોરના અપહરણ કેસમાં પોલીસ દિવસે દિવસે ગૂંચવાતી જાય છે. પોલીસે કોલ ડિટેલ્સની તપાસ તેમજ પૂછપરછ કરતાં કોઇ પરિચિત વ્યક્તિ દ્વારા જ આ અપહરણ કરાયું હોવાનું બહાર આવ્યું છે. જોકે ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી લઇ અનેક ખુલાસા કરવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે.

ચાંદલોડિયામાં માધવ ફલેટમાં રહેતા જય પટેલનું થોડા દિવસો પહેલાં તેની મમ્મીને ઓળખે છે તેમ કહી ઇકો કારમાં બે શખસોએ અપહરણ કર્યું હતું. પોલીસે અપહરણકર્તાઓને ટ્રેસ કરતા નડિયાદથી જય મળી આવ્યો હતો. અપહરણકર્તાઓએ સોનલબહેનને ફોન કરી રૂ.૧પ લાખની માગણી કરી હતી. પોલીસે જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબરની તપાસ શરૂ કરી છે. ઉપરાંત સોનલબહેનના પ્રેમીના મોબાઇલ નંબરની કોલ ડિટેઇલ મેળવી છે. પોલીસ તપાસ દરમ્યાન કોઇ પરિચિત વ્યક્તિ દ્વારા જ જયનું અપહરણ કરાયું હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે અલગ અલગ નંબરોની તપાસ કરી છે જેમાં કોમન નંબર મેળવી કેટલી વખત ફોન કરાયા છે તેની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આરોપીની ઓળખ થઇ જશે અને ચોંકાવનારી વિગતો આવશે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago