OMG! જાપાનના શિક્ષકે હોલોગ્રામમાં બનેલી ગાયિકા સાથે લગ્ન પર 13 લાખ રૂપિયા ખર્ચ્યા

ટોકિયો: જાપાનના એક સ્કૂલ શિક્ષકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોલોગ્રામ સાથે લગ્ન કરી લીધાં છે. ૩પ વર્ષીય આકીહીકો કોન્દોએ વેડિંગ સેરેમની પર રૂ.૧૩ લાખનો ખર્ચ કર્યો છે, તેમાં તેની માતા અને નજીકના સંબંધીઓએ આવવાનો ઇનકાર કરી દીધો છે. તેમ છતાં પણ લગભગ ૪૦ મહેમાન તેમનાં લગ્નના સાક્ષી બન્યા હતા.

કોન્દોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલનારી ૧૬ વર્ષીય કાલ્પનિક ગાયિકા મીકુ સાનના હોલોગ્રામ સાથે પ્રેમ થઇ ગયો. તેનું એઆઇ સોફટવેર તેમણે પોતાના કમ્પ્યૂટરમાં લાંબા સમયથી રાખ્યું હતું. કોન્દોએ જણાવ્યું કે તેઓ થ્રીડીમાં દેખાતી મહિલા સાથે જીવન વીતાવીને ખુશી અનુભવશે, કેમ કે હોલોગ્રામમાં દેખાતાં આવાં પાત્ર દગો કરતાં નથી, વૃદ્ધ થતાં નથી કે કયારેય મરતાં પણ નથી. એક રિયલ લાઇફ પાર્ટનરમાં આ બધી ખૂબીઓ હોવી મુશ્કેલ છે.

કોન્દોએ જણાવ્યું કે તેમની કાલ્પનિક પત્ની તેમને રોજ સવારે જગાડે છે. સાંજે જ્યારે તેઓ ઘરે પરત ફરે ત્યારે તેમના માટે લાઇટ કરી દે છે. સૂવાનો સમય પણ યાદ કરાવે છે. કોન્દો સોફટવેર જેવી દેખાતી ડોલ સાથે સૂવે છે. તેમનાં લગ્નને કાયદાકીય માન્યતા મળવી મુશ્કેલ છે.

કોન્દો મીકુને પોતાની સાથે એક જ્વેલરી શોપમાં પણ લઇ ગયા, જયાં તેમણે તેના માટે અંગૂઠી પણ ખરીદી. મીકુવાળું હોલોગ્રામ ડિવાઇસ બનાવનાર હોલોગ્રામ બનાવનારી કંપની એન્ડ ગેટબોકસે કોન્દો અને મીકુનું મેરેજ સર્ટિફિકેટ પણ જારી કર્યું છે.  કંપનીનું કહેવું છેે કે તે કાલ્પનિક પાત્રો સાથે મનુષ્યના પ્રેમને ગહેરાઇથી સમજી શકે છે.

You might also like