Next Generation બુલેટ હવે આપને કરાવશે વિમાનનો અનુભવ

 

જલંધરઃ યાત્રિઓની સુવિધા માટે જાપાને આધુનિક ટેક્નિકથી સજ્જ આવનારી પેઢીને માટે બુલેટ ટ્રેનને પ્રથમ વાર દુનિયા સામે લાવી રહી છે. આ ટ્રેન બેસવાંથી લઇને મુસાફરી કરવા સુધી દરેક મામલામાં ટેક્નિકલ રીતે વધારે આગળ છે.

આની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં વિમાન જેવી જ ભરપૂર સુવિધાઓ આપવામાં આવી છે. આને 300 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ પર બિલકુલ સરળતાથી ચલાવવામાં આવી શકે છે.

સેન્ટ્રલ જાપાન રેલ્વેએ લેટેસ્ટ બુલેટ ટ્રેન N700Sનાં પ્રોટોટાઇપને દેખાડતા જણાવ્યું કે આને ખાસ રીતે ઓછા સમયમાં મુસાફરને મંજિલ સુધી પહોંચાડવા માટેનો સૌથી બેસ્ટ અનુભવ આપવા માટે તૈયાર કરવામાં આવેલ છે. આ બુલેટ ટ્રેન 20 ટકા વજનમાં હલકી છે અને ઉપલબ્ધ બુલેટ ટ્રેનો કરતા 7 ટકા ઓછી વિજળીનો ઉપયોગ કરે છે.

શાર્પર નોજ ડિઝાઇનઃ
આ ટ્રેનને શાર્પર નોજ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવેલ છે કે જે દેખાવમાં દરેકથી કંઇક અલગ જ લાગે છે પરંતુ તેજ સ્પીડ પકડવામાં આ ટ્રેનની ઘણી મહત્વની ભૂમિકા રહેલી છે.

આ શાર્પર નોજ ટ્રેનને કોઇ પણ સુરંગમાંથી તેજ સ્પીડથી પસાર થતી વખતે કોઇ પણ પ્રકારની ધ્રુજારી નહીં આવે અને હવાને પૂરજોશથી કાપીને તે આગળ વધી જશે.

એક સાથે સફર કરશે 1,323 મુસાફરોઃ
N700S ટ્રેનની જોડે 16 કાર્સ એટલે કે ડબ્બાઓ લગાવવામાં આવેલ છે કે જેમાં બે ડ્રાઇવર માટે હશે અને 14 મુસાફરો માટે લગાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ સિવાય ઓછાં અંતરનાં ટ્રેક પર આની સાથે 12 અને 8 ડબ્બાઓનો ઉપયોગ પણ કરવામાં આવશે.

આ ટ્રેનમાં વિમાન જેવા ફીચર્સ પણ આપવામાં આવશે. આ બુલેટ ટ્રેનને 2020 સુધી ટોકિયો અને શિન ઓસાકાની વચ્ચે ચલાવવામાં આવનારી ટોકાઇડો શિનકાનસિન લાઇન પર શરૂ કરવામાં આવશે.

You might also like