VIDEO: જન્માષ્ટમીએ રાજકોટ, બહુચરાજી અને રાધનપુરમાં થઇ જૂથ અથડામણ

રાજકોટઃ જન્માષ્ટમીનાં તહેવાર દરમ્યાન જુદા-જુદા શહેરોમાં બે જૂથો વચ્ચે અથડામણનાં બનાવો બન્યા હતા જેમાં રાજકોટના રામનાથપરામાં અગમ્ય કારણોસર બે જૂથ સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. આ બનાવમાં ૧પ વ્યક્તિને ઇજા થઇ હતી. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં.

આ બનાવનાં પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બનાવ બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ૪૦ થી વધુ લોકોની ઘટનાસ્થળેથી અટકાયત કરી લીધી હતી.

મહેસાણાનાં બહુચરાજી ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. બે જૂથનાં લોકો તિક્ષ્ણ હથીયાર સાથે સામસામે આવી જઇ મારામારી કરી હતી. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષોને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં.

દારૂનાં ધંધાની અદાવતમાં મારમારી થઇ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ મામલે હાલ તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં અંગત અદાવતમાં બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.

આ ઘટનામાં બે વ્યક્તિને ઇજા થતાં પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જે મામલે પોલીસે ગુના દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. બીજા બનાવમાં પાલનપુર શહેરમાં ગઇ કાલે જન્માષ્ટમીની શોભાયાત્રા દરમ્યાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઇ હતી. શોભાયાત્રા ઝડપની આગળ વધારવા માટે ઘર્ષણ થયું હતું.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago