VIDEO: જામનગરમાં ભ્રષ્ટ ટ્રાફિક કોન્સ્ટેબલે કહ્યું,”પાવતી નહીં, 100રૂ. આપો”

જામનગરઃ શહેરમાં એક ભ્રષ્ટ ટ્રાફિક પોલીસકર્મીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં મળતી માહિતી એ ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા બાઈક ચાલકોને દંડવાની જગ્યાએ આ ટ્રાફિકકર્મી 100-100 રૂપિયાનો તોડ કરે છે. પરંતુ એક નિયમ ભંગ કરનાર શખ્સે આ અધિકારીને લાંચ આપવાની ના પાડી દીધી હતી.

ત્યારે તે અધિકારીએ તેને ધમકીઓ આપી. જાગૃત નાગરિકે પોતાની ભૂલ સ્વિકારતા તેને દંડ કરવાની અને પહોંચ આપવાની માંગ કરી પરંતુ આ અધિકારીએ 100 રૂપિયાની માગણી કરી અને પહોંચ પણ ન આપી. જે બાદ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. મહત્વનું છે કે હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

You might also like