VIDEO: જામનગરનાં એક ખેડૂતે વ્યાજખોરનાં ત્રાસથી કર્યો આપઘાત

જામનગરઃ શહેરનાં ધ્રોલ પંથકનાં દેડકદળ ગામમાં એક વૃદ્ધ ખેડૂતે આપઘાત કર્યો હોવાની એક ઘટના સામે આવી છે. ત્યારે હવે ખેડૂતે લખેલી 4 પાનાની સુસાઈડ નોટ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં ખેડૂતે વ્યાજખોરોનાં ત્રાસથી આપઘાત કરવાનો ઉલ્લેખ કર્યો છે.

મહત્વનું છે કે વ્યાજખોરો છેલ્લાં ઘણાં સમયથી ખેડૂતને ધમકી આપી રહ્યાં હતાં અને છેલ્લે કંટાળીને ખેડૂતે આપઘાત કર્યો હતો. આ સુસાઈડ નોટમાં ખેડૂતે 2 વ્યાજખોરોનાં ત્રાસથી આત્મહત્યા કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

ધ્રોલ પંથકનાં દેડકદળ ગામનાં અને એસ.ટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહેલ દેવસિંહ ભગવતસિંહ જાડેજા નિવૃત્ત થયાં બાદ પોતાનાં પરંપરાગત ખેતીનાં વ્યવસાય સાથે જોડાયાં હતાં. જો કે તેમને દેવું વધી જતાં અને વ્યાજખોરોનાં ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું છે.

You might also like