NIT શ્રીનગરમાં સ્મૃતિની યાત્રા રદ્દ : પોલીસે ફરિયાદ દાખલ કરી

શ્રીનગર : કેન્દ્રીય માનસંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ અને જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી નિર્મલસિંહ એનઆઇટી શ્રીનગરમાં પેદા થયેલ સ્થિતીની ભાળ મેળવવા માટે શ્રીનગર જવાનાં હતા. આ અંગે જાણકારી આપતા નિર્મલ સિંહે જણાવ્યું કે અમે એક તપાસ રચાયેલી છે જે 15 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે. આ તપાસ ટીમ શ્રીનગરનાં એડિશનલ મેજીસ્ટ્રેટની દેખરેખમાં કાર્ય કરશે અને પોતાનાં 15 દિવસોમાં અહેવાલ આપશે.

રાષ્ટ્રીય પ્રોદ્યોગિક સંસ્થાનમાં કાશ્મીર તથા બિનકાશ્મીરી વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા વિવાદ તથા મારપીટની ઘટનાની તપાસ માટે જમ્મુ કાશ્મીર સરકારે ગુરૂવારે આદેશો બહાર પાડ્યા હતા. પરિસરમાં હજી પણ પરિસ્થિતી વણસેલી છે. તપાસની જવાબદારી એડિશનલ જિલ્લા ઉપાયુક્ત શ્રીનગર નજીર અહેમદ બાબાને સોંપવામાં આવ્યા છે.

તેમણે પોતાનાં રિપોર્ટ 15 દિવસમાં દાખલ કરવા જણાવાયું છે. પોલીસે બુધવારે એનઆઇટીમાં થયેલા હોબાળા પર બે એફઆઇઆર દાખલ કરી છે. તેમાં વિદ્યાર્થીઓની વિરુદ્ધ તોફાનો ભડકાવવા, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા લોકોનાં જીવનને ખતરામાં નાખવા અને સરકારી કર્મચારીઓને તેનાં કામથી અટકાવવાની કલમો દાખલ કરવામાં આવી છે.

પોલીસે એક સીડી બહાર પાડી છે જેમાં વિદ્યાર્થીઓ પરિસરમાં તોડફોડ અને હિંસા કરતા જોઇ શકાય છે. જેમાં 20 વિદ્યાર્થીઓ અને ત્રણ કર્મચારીઓની ઓળખ થઇ ચુકી છે. જો કે ફરિયાદમાં પોલીસે કોઇનું નામ નથી લીધું. પરંતુ 20 જેટલા વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવાઇ છે. તે ઉપરાંત એનઆઇટીનાં ત્રણ કર્મચારીઓ તથા અધિકારીઓની ઓળખ પણ કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને હિંસા માટે ભડકાવવાનો આરોપ પણ છે.

માનવ સંસાધન વિકાસમંત્રી સ્મૃતિ ઇરાનીની મુલાકાતને મુદ્દો વણસે તેવી શક્યતાઓ જોતા રદ્દ કરી દેવાયો છે. ઉપરાંત કાશ્મીરનાં ઉપ મુખ્યમંત્રી નિર્મલસિંહની મુલાકાત પણ રદ્દ રહી હતી. તેઓ શ્રીનગર આવ્યા હતા જો કે અધિકારીઓ સાથે માત્ર ચર્ચા કરીને પરત ફર્યા હતા. બિનકાશ્મીરી વિદ્યાર્થીઓએ પોલીસની સીડીને નકારી દીધી છે. તેઓએ કહ્યું કે આ તો પહેલી એપ્રીલની છે.

You might also like