J&K: પોલીસ પોસ્ટ પર કરાયો આતંકી હુમલો, એક જવાન શહીદ અને એક ઘાયલ

જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં આતંકીઓએ પોલીસ પોસ્ટ પર હુમલો કર્યો છે. આતંકી ઘટના દરમ્યાન પોસ્ટ પર તૈનાત બે પોલીસકર્મીઓમાંથી એક શહીદ થઇ ગયાં અને બીજા ગંભીર રીતે ઘાયલ છે.

આ હુમલો પુલવામાનાં રાજપુરા વિસ્તારનાં મુરાન ચોકની પાસે થયેલ છે. આતંકીઓએ નેશનલ કોંન્ફરન્સનાં લીડર ગુલામ મોહિદીનનાં ઘરની બહાર બનેલ પોલીસ પોસ્ટ પર હુમલો કર્યો છે.

ડ્યૂટી પર તૈનાત બે પોલીસકર્મીઓ પર હુમલો કરનાર આતંકી તેઓનાં હથિયાર લઇને ફરાર થઇ ગયાં. ઘટનાની સૂચના મેળવીને મોકા પર પહોંચેલ સુરક્ષાબળોએ બંને ઘાયલ પોલીસનાં જવાનોને હોસ્પિટલ પહોંચાડી દીધાં.

જ્યાં ગંભીર રૂપથી ઘાયલ જવાન મુદાદિર અહમદને ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધાં. ત્યાં બીજી બાજુ ગંભીર ઘાયલ જવાન નજીર અહમદને સારવાર માટે શ્રીનગર મોકલી દેવામાં આવેલ છે.

એસએસપી પુલવામા મો. અસલમ ચૌધરીએ જણાવ્યું કે હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઇ ગયેલ છે. આ સાથે જ આતંકીઓ બંને જવાનોનાં હથિયાર લઇને ફરાર થઇ ગયાં. પોલીસ અને સુરક્ષાબળોએ સાથે મળીને આ ઓપરેશન શરૂ કરી દીધેલ છે.

You might also like