GST દેશભરમાં લાગુ, જમ્મુ-કાશ્મીર હજી પણ દૂર….

જીએસટી દેશભરમાં મધરાતથી લાગુ થઇ ગયો છે. પરંતુ દેશના જમ્મુ-કાશ્મીરમાં હજી પણ GST લાગું થવામાં થોડો સમય લાગશે. ખરેખર જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હજી સુધી જીએસટી બિલ પાસ થયું નથી. જીએસટી બિલને લઇને સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી જેમાં પણ સર્વસંમતિ બની શકી નહોતી. જેના કારણે રાજ્ય સરકાર હવે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને જીએસટી મુદ્દે ચર્ચા કરી સહમતિ બનાવાનું નક્કી કરી રહી છે. સૂત્રોને મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર 4થી જુલાઇએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવી શકે છે.  જ્યારે આગામી 6 જુલાઇથી જમ્મુ-કાશ્મીરમાં જીએસટી લાગુ થાય તેવી શક્યતા જોવા મળી છે.
http://sambhaavnews.com/

You might also like