J&K: આતંકીઓએ 3 નાગરિકોની ગોળી મારી હત્યા કરી

બારામુલા: ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં આતંકી ઘટના સામે આવી છે જેમાં ત્રણ નાગરિકના મોત નિપજ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદ પારથી આતંકીઓ દ્વારા સતત ધૂષણખોરી કરી રહ્યું છે અને આતંકી જમ્મૂ-કાશ્મીરમાં આમ જનતાને નિશાન બનાવી રહ્યાં છે.

સોમવારે જમ્મૂ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઓલ્ડ ટાઉન વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના આતંકીઓએ ત્રણ નાગરિકના મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રારંભિક તપાસમાં આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠનનો હાથ છે.

આ હુમલા પાછળના આતંકીઓમાં એક પાકિસ્તાનનો નાગરિક પણ હતો. હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ આતંકી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોની ઓળખમાં આસિફ અહમદ શેખ, હસીબ અહમદ ખાન અને મોહમ્મદ અસગર તરીકે થાય છે. મૃતકોમાં બધા બારામૂલા જિલ્લાના કાકર હમામ ના રહેવાસીઓ છે. પોલીસે જણાવ્યું છે કે આતંકીઓએ કરેલા ફાયરિંગમાં ત્રણ નાગરિકના મોત નિપજ્યાં છે.

આતંકીઓએ બારામૂલના ઇકબાલ માર્કેટમાં ગત રાત્રીએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે આતંકીઓના ફાયરિંગ કર્યા બાદ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ બધા આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હતા.

You might also like