J&K: ત્રાલમાં CRPF અને પોલીસટીમ પર આતંકી હુમલો, 9 જવાનો ઘાયલ

શ્રીનગરઃ શુક્રવારનાં રોજ દક્ષિણ કશ્મીરનાં પુલવામા જિલ્લા સ્થિત ત્રાલમાં આતંકીઓએ પોલીસ અને CRPFનાં સંયુક્ત દળ પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. મળતી જાણકારી મુજબ, ત્રાલ શહેરની વચ્ચોવચ સ્થિત બસ સ્ટેન્ડ પાસે તૈનાત જમ્મુ-કશ્મીર પોલીસ અને CRPFનાં સંયુક્ત દળ પર આતંકીઓએ શુક્રવારનાં રોજ ગ્રેનેડથી હુમલો કર્યો છે.

આ સાથે જ આતંકીઓએ જવાનો પર ફાયરિંગ પણ કર્યું. આ હુમલામાં કુલ નવ જવાનોની ઘાયલ થયાનાં સમાચાર સામે આવ્યાં છે. સુરક્ષાબળોએ આ સમગ્ર વિસ્તારને પણ ઘેરી લીધેલ છે. ત્યાં જ નજીકમાં એક અન્ય સ્થાન પર પણ પોલીસકર્મીઓ પર થયેલ પથ્થરબાજીમાં પણ કેટલાંક પોલીસકર્મીઓને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે.

તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ જમ્મુ-કશ્મીરનાં અનંતનાગમાં પણ સુરક્ષાબળોએ અથડામણમાં 4 આતંકીઓને ઠાર કરી દીધાં હતાં. માર્યા ગયેલા આતંકીઓમાં ઇસ્લામિક સ્ટેટ જમ્મુ-કશ્મીરનાં ગેંગસ્ટર પણ શામેલ છે. આ અથડામણમાં પોલીસનો એક જવાન પણ શહીદ થઇ ગયેલ છે. ત્યાં બીજી બાજુ એક વરિષ્ઠ પોલીસ અધિકારીનાં કહેવા મુજબ એક સામાન્ય નાગરિકનું પણ મોત થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે પુલવામા જિલ્લામાં બે દિવસ પહેલાં જ સેના અને જૈશ-એ-મોહમ્મદનાં આતંકીઓની વચ્ચે પણ અથડામણ થઇ હતી. મંગળવારનાં રોજ થયેલી આ અથડામણમાં સેનાનાં 3 આતંકીઓને પણ ઠાર કરી દેવાયાં હતાં. આતંકીઓ પાસેથી એકે-47 રાઇફલ સહિત અન્ય ઘાતક સામાન પણ જપ્ત થયો હતો. ત્યાં જ સાથે સાથે સેનાએ એક ઘરને પણ ઉડાવી દીધેલ છે કે જેમાં આતંકીઓ છુપાયેલા હતાં.

You might also like