Film Review: ‘જબ હેરી મેટ સેજલ’

રેડ ‌ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી શાહરુખ ખાનની હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’નું નિર્માણ ગૌરી ખાને કર્યું છે. ફિલ્મમાં શાહરુખની સાથે અનુષ્કા શર્મા, સયાની ગુપ્તા, એવલીન શર્મા અને ચંદન રોય સાન્યાલ છે.

રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ના નિર્દેશક ઇમ્તિયાઝ અલી છે. તેમણે ર૦૦૭માં પણ શા‌િહદ કપૂર અને કરીના કપૂરને લઇ ‘જબ વી મેટ’ બનાવી હતી. ઇમ્તિયાઝ અલીની તમામ ફિલ્મો સફર પર જ આધારિત હોય છે. તેમની આ ફિલ્મની કહાણી પણ યુરોપની યાત્રા પર આધારિત છે. શાહરુખ અને અનુષ્કા શર્માની જોડીવાળી આ ત્રીજી ફિલ્મ છે. અનુષ્કાએ પોતાની ફિલ્મી કારકિર્દી શાહરુખ ખાન સાથે ‘રબ ને બના દી જોડી’થી જ કરી હતી. ત્યારબાદ ર૦૧રમાં ‘જબ તક હૈ જાન’માં એકસાથે કામ કર્યું હતું.

ફિલ્મ ‘જબ હેરી મેટ સેજલ’ની કહાણી છે સેજલ ઝવેરી (અનુષ્કા શર્મા)ની. ગુજરાતમાં રહેતી સેજલની સગાઇ થઇ ચૂકી છે, પરંતુ લગ્ન પહેલાં તે યુરોપ ફરવા ઇચ્છે છે, જ્યારે તે યુરોપ ફરવા જાય છે ત્યારે તેની મુલાકાત હેરી એટલે કે હરીન્દરસિંહ નેહરા (શાહરુખ ખાન) સાથે થાય છે. તે અનુષ્કાનો ટૂર ગાઇડ છે. સેજલ અને હેરી આખું યુરોપ એકસાથેે ફરે છે, પરંતુ જ્યારે સેજલ ટૂરથી ભારત પરત ફરવાની હોય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેની સગાઇની અંગૂઠી ક્યાંક ખોવાઇ ગઇ છે.

જ્યારે સેજલ ભારતમાં પોતાના મંગેતરને અંગૂઠી અંગે કહે છે ત્યારે તેનાે મંગેતર તેને કહે છે કે કોઇ પણ કિંમતે તે અંગૂઠી શોધી લાવે. હવે સેજલ અને હેરી ખોવાયેલી અંગૂઠી શોધવાની કોશિશ કરે છે, કેમ કે અંગૂઠી વગર સેજલ ભારત પરત આવવા ઇચ્છતી નથી. શું સેજલને અંગૂઠી પાછી મળશે? અંગૂઠીને શોધવામાં સેજલ અને હેરી સાથે શું ઘટનાઓ બને છે? •

You might also like