J&K: પુલવામામાં આર્મીએ 2 આતંકીઓને ઠાર કર્યાં, ગોળીબાર જારી

જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ અભિયાનમાં સુરક્ષા દળોને એકવાર ફરીથી સફળતા મળી છે. પુલવામામાં સુરક્ષા દળોએ ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના કમાન્ડર વસીમ અહમદ શાહ અને આતંકી નિસાર અહેમદ મીરને ઠાર કર્યા હતા.

શનિવારે સવારથી જ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જારી છે. તેની પહેલા પણ સુરક્ષા દળોએ લશ્કર-એ-તોયબાના કમાન્ડર સહિત 3 આતંકીઓને ઘેરી લીધા હતા. હાલમાં આ બંને વિસ્તારમાં ગોળીબાર જારી છે.

બુધવારે જમ્મુ કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં થયેલા અથડામણમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓને માર્યા હતા. જો કે આ અથડામણમાં વાયુસેનાના બે કમાન્ડો પણ શહિદ થયા હતા.

You might also like