J&K: શોપિયાંમાં પોલીસ દળ પર આતંકી હુમલો, 4 જવાનો શહીદ

જમ્મુ-કશ્મીરઃ શોપિયામાં જિલ્લાનાં અરહામા ગામમાં બુધવારનાં રોજ પોલીસ ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો. આ હુમલામાં 4 પોલીસકર્મીઓ શહીદ થઇ ગયા છે. આ પોલીસકર્મી ડીએસપી હેડક્વાર્ટર શોપિયાનાં એસ્કોર્ટ પાર્ટીમાં શામેલ હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકી સુરક્ષા બળો પાસેથી 3 AK-47 છીનવીને મોકો જોઇને ફરાર થઇ ગયાં. જો કે હાલમાં આ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવેલ છે.

જમ્મુ-કશ્મીર પોલીસે હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આતંકીઓએ એસ્કોર્ટ પાર્ટી પર ગોળીઓ વરસાવવાની શરૂ કરી દીધી. આ હુમલામાં 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થઇ ગયાં. ઘાયલોને તુરંત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં.

જ્યાં દરેક જવાનોને મૃત જાહેર કરી દેવામાં આવ્યાં. એસ્કોર્ટ પાર્ટી આ વિસ્તારમાં પોલીસ વાહનની મરમ્મત માટે લઇ જવામાં આવી હતી. જો કે આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીને લીધી છે.

આ પહેલા બુધવારનાં રોજ સવારે જમ્મુ-કશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકવાદીઓની વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર કરી દીધાં. ઠાર કરી દેવાયેલા આતંકીઓની પાસેથી પણ ભારે માત્રામાં હથિયાર અને ગોળા-બારૂદ જપ્ત કરવામાં આવ્યાં.

મારવામાં આવેલ આતંકીઓમાંથી એકની ઓળખ હિઝબુલ ડિવીઝનલ કમાન્ડર અલ્તાફ કચરૂનાં રૂપમાં થઇ છે. અલ્તાફ અહમદ ડાર ઉર્ફ કચરૂ કુલગામમાં હિઝબુલનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર હતો અને કુલગામનો જ રહેનાર હતો. અલ્તાફ ઠાર કરી દેવાયો તે હિઝબુલ કમાન્ડર બુરહાનવાનીનો નજીકનો માનવામાં આવતો.

અલ્તાફનું નામ મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં ટોપ ટેનમાં શામેલ હતું. તે છેલ્લાં 15 વર્ષોથી હિઝબુલને માટે સક્રિય રૂપથી કામ કરી રહ્યો હતો. બીજા આતંકીની ઓળખ ઉમર રશીદ વાનીનાં રૂપમાં કરવામાં આવી. પોલીસે આ મામલામાં આ સમગ્ર મામલો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Dhruv Brahmbhatt

Recent Posts

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

9 mins ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

38 mins ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

1 hour ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

2 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

3 hours ago

કપડાં ખરીદતા પહેલાં સાવધાન!, લોગોનાં દુરઉપયોગ સાથે મળી આવી 375 નકલી લેગીન્સ

સુરતઃ જો તમે કપડાની ખરીદી કરતા હોવ તો તમારે હવે સાવધાન થવાની જરૂર છે. કારણ કે આજ કાલ માર્કેટમાં બ્રાન્ડેડ…

4 hours ago