J&K: શ્રદ્ધાળુઓથી ભરેલ બસ નદીમાં ખાબકતાં એક બાળકી સહિત 13નાં મોત

જમ્મુ-કશ્મીરઃ કિશ્તવાડમાં મંગળવારનાં રોજ દર્દનાક દુર્ઘટના ઘટી છે. જેમાં કેટલાંય લોકોને આ દુર્ઘટનાએ શિકાર બનાવ્યાં. માતા મચેલનાં દર્શન કરવા જઇ રહેલ શ્રદ્ધાળુઓની બસ પાડર વિસ્તાર પાસે ચિનાબમાં પડી જતાં 13 લોકોનાં મોત થયાં છે. જો કે હજી પણ તપાસ અભિયાન શરૂ છે. કિશ્તવાડમાં બે દિવસોમાં આ બીજી દુર્ઘટના છે કે જેમાં અનેક લોકોનાં મોત નિપજ્યાં છે.

સવાર સુધી 12 શબ જપ્ત કરવામાં આવ્યાં. જો કે એક બાળકીએ તો હોસ્પિટલમાં દમ તોડી નાખ્યો કે જેનાંથી મૃતકોની સંખ્યા 13 સુધી પહોંચી ગઇ છે. કિશ્તવાડમાં બે દિવસોમાં આ બીજી દુર્ઘટના છે કે જેમાં કેટલાંય લોકોનાં જીવ ગયાં છે.

પોલીસનાં જણાવ્યા અનુસાર મિની બસ જમ્મુએથી કિશ્તવાડને માટે નીકળી હતી. જો કે પાડર પાસે દુર્ઘટનાનો શિકાર થતાં તે ચિનાબ નદીમાં જઇને પડી. જો કે હજી સુધી એવુ માલુમ નથી થઇ શક્યું કે આ બસમાં કેટલાં લોકો સવાર હતાં. પોલીસ, પ્રશાસન અને સ્થાનીય લોકો બચાવકાર્યમાં જોડાઇ ગયાં છે. ઉલ્લેખનીય છે કે કિશ્તવાડમાં ગઇ કાલે બે ગાડીઓ લેન્ડસ્લાઇડની ઝપેટમાં આવી ગઇ હતી કે જેમાં 7 લોકોનાં મોત નિપજ્યાં હતાં.

You might also like