J&K: પુલવામા-શોપિયાંમાં સુરક્ષાબળો દ્વારા 10 ગામડાંઓની નાકાબંધી, ઘેર-ઘેર આતંકીઓની તપાસ

જમ્મુ-કશ્મીરઃ દક્ષિણ કશ્મીરમાં આતંકીઓ દ્વારા શુક્રવારનાં રોજ ત્રણ એસપીઓની હત્યા કરાયા બાદ સુરક્ષાબળોએ આતંકીઓની શોધખોળ કરવા માટે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષાબળોએ 10 ગામડાંઓને ઘેરી લીધાં છે. તેમાં પુલવામાનાં 8 અને શોપિયાંનાં બે ગામડાંઓ પણ શામેલ છે.

દક્ષિણ કશ્મીરનાં પુલવામાનાં 8 ગામડાંઓ અને શોપિયાંનાં બે ગામડાંઓમાં ચલાવવામાં આવી રહેલ સર્ચ ઓપરેશનમાં જમ્મુ-કશ્મીર પોલીસ, CRPF અને સેના સંયુક્ત રૂપથી શામેલ છે. સુરક્ષાબળો દ્વારા એક-એક ઘરની તપાસ કરવામાં આવી રહી છે. પુલવામાનાં જે ગામડાંઓમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તેમાં લસ્સીપોરા, અરમૂલા, અલીપુરા, બટનુર, ગારબગ, નૌપુરાપાઇ, હજદારપોરા અને અચન શામેલ છે.

ઘેરાબંદી અને સર્ચ ઓપરેશન દરમ્યાન દક્ષિણ કશ્મીરનાં શેરમાલ ક્ષેત્રમાં યુવાઓ અને સુરક્ષાબળોની વચ્ચે ઝડપ થઇ હોવાંની ખબર સામે આવી છે. આ ઝડપમાં 6 લોકો ઘાયલ થયા હોવાંની સૂચના પણ સામે આવી છે. મહત્વનું છે કે હાલમાં સર્ચ ઓપરેશન શરૂ જ છે.

You might also like