જીવાભાઇ પટેલને BJPમાંથી ટિકિટ મળે તેવી શક્યતા, મહેસાણા જિલ્લામાં છે વર્ચસ્વ

મહેસાણા જીલ્લાના દિગગ્જ એવા જીવાભાઈ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં જીવાભાઈને ભાજપમાંથી ટિકિટ મળે તેવી સંભાવના છે. હાલમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે.

જીવાભાઈ પટેલ પોતાના કાર્યકર્તાઓ સાથે અમિત સાથે મુલાકાત કરે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જીવાભાઈએ પોતાના 1 હજાર કાર્યકરોની યાદી તૈયાર કરી છે. જીવાભાઇ પોતાના કાર્યકરો સાથે તેઓ અમિત શાહ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

મહત્વનુ છે કે, કોંગ્રેસમાંથી જીવાભાઈ બે વખત ચૂંટણી હારી ચૂક્યા છે. ભાજપ તરફથી જીવાભાઈને ચૂંટણીમાં જીત મળે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જીવાભાઈએ નીતિન પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. વ્હાઈટ હાઉસમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અને જીવાભાઈની મુલાકાત થઈ હતી.

You might also like