UPAનાં શાસનમાં થઇ હતી સર્જીકલ સ્ટ્રાઇક : તત્કાલીન DGMO

નવી દિલ્હી : UPAનાં શાસનકાળમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હોવાનાં કોંગ્રેસનાં દવા વચ્ચે તત્કાલીન ડીજીએમઓનું એક મહત્નું નિવેદન બહાર આવ્યું છે. 2012-14ની વચ્ચે UPA શાસનકાળમાં DGMO રહેલા લેફ્ટિનન્ટ રિટાયર્ડ વિનોદ ભાટીયાએ કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પહેલીવાર થઇ છે. એવું પહેલા ક્યારે પણ થયું ન હતું.

ભાટિયાએ કહ્યું કે, પાકિસ્તાને ધેર્યની સીમાઓ તોડી દીધી હતી. તેમણે લક્ષ્મણ રેખા પાર કરી દીધી હતી અને તેનું નુકસાન તેમણે ભોગવવું પડ્યું હતું. ઉલ્લે્ખનીય છે કે, કોંગ્રેસ થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે યુપીએનાં શાસનકાળમાં પણ આ પ્રકારની સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પુર્વ ડીજીએમઓએ કહ્યું કે તે બધા સીમા પર થયેલા ઓપરેશન્સ હતા પરંતુ કોઇ પણ સર્જીકલ સ્ટ્રાઇક નહોતી.

ભાટિયાએ કહ્યું કે આ પીઓકેમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઇક છે. ગત્ત વર્ષે જુનમાં અમે મ્યાનમારમાં એક સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી પરંતુ તે સ્ટ્રાઇક ખાસ છે. અમે પાકિસ્તાનને દરેક મોર્ચે માત દીધી છે. પછી કૂનીતિ હોય, રાજનીતિ હોય કે સૈન્ય માધ્યમ હોય,આપણે સ્ટ્રેટેજી હેઠળ સ્ટ્રાઇક કરી હતી. સેનાએ ત્રણ કિલોમીટર અંદર ધુસીને આતંકવાદીનો ઠાર કર્યા. આ સ્ટ્રાઇક બાદ હાલ સેનામાં ખોફનો માહોલ છે. લોન્ચ પેડ દ્વારા આતંકવાદીઓની ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવાના હતા.

You might also like