ITનાં 291 દરોડામાં 400 કરોડ જપ્ત : 3હજાર લોકોને નોટિસ

નવી દિલ્હી : નોટબંધીના બેંક ખાતામાં જમા થનાર કેશ અંગે સરકારની સતત નજર છે. ખાતામાં અચાનક મોટા પ્રમાણમાં જમા થયેલ કેશના આધારે નોટિસ મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધી 3 હજાર વ્યક્તિઓને નોટિસ મોકલવામાં આવી ચુકી છે. ઉપરાંત આવકવેરા વિભાગ દેશનાં વિવિધ સ્થળો પર દરોડા પાડીને તે વ્યક્તિઓ પાસે રહેલા નાણા જપ્ત કરી રહી છે અને તેમની ધરપકડ કરી રહી છે.

કેન્દ્રીય મહેસુલ સચિવ હસમુખ અઢિયા અને સીબીડીટી ચેરમેન સુશીલ ચંદ્રાએ પત્રકાર પરિષદ યોજીને બ્લેક મની અંગેની કાર્યવાહીની માહિતી આપી હતી. સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે અત્યાર સુધી 191 દરોડા પાડવામાં આવ્યા છે. ઉપરાંત 295 સ્થળો પર ઇનકમ ટેક્સ સર્વે કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 316 કરોડ રૂપિયાથી વધારેનાં કેશ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં 80 કરોડ રૂપિયાથી વધારે નવી કરન્સીમાં હતા. 76 કરોડ રૂપિયાની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. આ રીતે કુલ લગભગ 393 કરોડ રૂપિયા જપ્ત થયા છે.

મહેસુલ સચિવ અઢીયાએ કહ્યુ કે, બેંકમાં પૈસા જમા થવાનો અર્થ એ નથી કે તે વાઇટ જ છે. તે પૈસા પર ટેક્સ ચુકવવો જરૂરી છે. તેમણે કહ્યું કે બેંકોમાં જમા થનારી રકમ પર નજર રાખવામાં આવી રહી છે. આર્થિક ઇન્ટેલિજન્સ યુનિટ તેના પર સતત નજર રાખી રહ્યું છે.

You might also like