ITનું મેગા ઓપરેશનઃ ગાંધીધામ, અમદાવાદ સહિત ૪૦ સ્થળે દરોડા

અમદાવાદ: છેલ્લા એક સપ્તાહથી આઈટી વિભાગ દ્વારા બિલ્ડર્સ, ડોક્ટર્સ, જ્વેલર્સ અને બુલિયન તથા હોટેલિયરને ત્યાં દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે આઈટી વિભાગ કચ્છનાં બે જાણીતાં ગ્રૂપ પર ત્રાટક્યો છે. એમ. આર. શાહ અને અંકુર ગ્રૂપની તમામ મિલકતોના સ્થળે અત્યારે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ગાંધીધામના એમ. આર. શાહ ગ્રૂપ સહિત ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ દીપક પારેખની કંડલા સ્પેશિયલ ઈકોનોમિક્સ ઝોનમાં આવેલી કંપની ઓસવાલ પો‌િલમર પર આઈટી વિભાગ ત્રાટક્યો છે.  અમદાવાદની આઈટી ટીમ સહિત અન્ય ૫૦થી વધુ અધિકારીઓ દ્વારા સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. અંકુર ગ્રૂપ દીપક પારેખનું છે. હાલમાં ઓસવાલ પો‌િલમર, ઓસવાલ એ‌િગ્રમેક્સ, ઓસવાલ એક્સ્ટ્રુઝન્સ અને સનરાઈઝ ઈન્ટરનેશનલ સહિતની ચાર કંપનીઓમાં કરચોરી શોધવાની કામગીરી ચાલુ છે, જેમાં કરોડોની કરચોરી સામે આવે તેવી સંભાવના છે. છેલ્લા એક મહિનામાં જ આવકવેરા તંત્રએ ૨૦૦ કરોડની કરચોરી શોધી કાઢી છે.

કાલે ૧૯ સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર ઈન્કમટેક્સની રેડ પડશે તેવો મેસેજ વાઈરલ થયો હતો. ત્યાર બાદ જ્વેલર્સ અને ઝવેરીઓને ત્યાં દરોડા પડતાં વેપારીઆલમમાં ફફડાટ ફેલાયો છે. સપ્ટેમ્બર માસની શરૂઆતથી જ અાઈટી અધિકારીઓએ મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યાં છે.

ઓગસ્ટમાં ૧૫૦ કરોડ અને સપ્ટેમ્બરના ૨૦ િદવસ દરમિયાન ૨૦૦ કરોડથી વધુની કરચોરી પકડાઈ છે. બિલ્ડરો, ત્યારબાદ હીરાના વેપારીઓ, ડોક્ટરો અને મોટા વેપારીઓને ત્યાં મોટા પાયે સર્ચ કરીને કરચોરી શોધવામાં આવી છે.  ત્રણદિવસ પૂર્વે જ અમદાવાદ શહેરમાં ઈન્ડ‌િસ્ટ્રયલ શેડ બનાવતી કંપની શારદા ગ્રૂપ અને તેની અન્ય પેઢી પર સર્ચ દ્વારા ૨૧.૫૦ કરોડની કરચોરી આઈટી વિભાગે ઝડપી છે તો છેલ્લા બે િદવસથી બુલિયન ટ્રેડર્સ પણ આઈટી વિભાગના દાયરામાં છે. છેલ્લા બે દિવસથી એલિસબ્રિજના જ્વેલર્સ- ઝવેરીઓને ત્યાં સર્ચ કામગીરી ચાલી રહી છે. સુરત, વડોદરા, ડીસાના વેપારીઓ, ડોક્ટરને ત્યાં પણ સર્ચ કામગીરી ચાલી રહી છે.

અમદાવાદના મોટા રાજકારણીઓ અને આઈપીએસ અધિકારીના રૂપિયાનો વહીવટ કરતા હોટેલિયરની સી.જી.રોડની ઓફિસમાં હજુ પણ આઈટી વિભાગની સર્ચ કામગીરી ચાલુ છે. આઈટી વિભાગના સપાટાના પગલે કરોડોની કરચોરી જાહેર થાય તેવી શક્યતા છે.

You might also like