IT સહિત ૩૦ ટેક્ષ હટાવી બેંન્કિંગ વ્યવહાર પર ર ટકા ચાર્જનું સૂચન

નવી દિલ્હી : બજેટ સત્ર પહેલા મોદીએ સિનિયર સેક્રેટરીઓ સાથે એક મહત્ત્વનું પ્રેઝેન્ટેશન નિહાળ્યં છે. જેમાં સરકારને એવું સૂચન કરવામાં આવ્યં છે કે, જો ઈન્કમટેક્ષ સહિત ૩૦ પ્રકારના ટેકસ રદ્દ કરવામાં આવે તો ટેકસ સિસ્ટમમાં મોટો સુધારો લાવી શકાય તેમ છે. આની જગ્યાએ દરેક બેંન્કિંગ ટ્રાન્ઝેકશન પર માત્ર ર ટકા ટેકસ લગાવવામાં આવે તો સરકારની આવકમાં ધરખમ વધારો થઇ જશે. અહેવાલ મુજબ પુણેની ઇકોનોમિક રિસર્ચ ફર્મ અર્થક્રાંતિએ આ પ્રેઝેન્ટેશન આપ્યું હતું.

આ ફર્મનો દાવો છે કે, અમારી પ્રપોઝલનો હેતુ એવી ટેકસ સિસ્ટમ ડેવલોપ કરવાનું છે કે જેનાથી ભ્રષ્ટાચાર ઘટી શકે. અત્રે એ નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતે બાબા રામદેવે ઇન્કમટેક્ષ સમાપ્ત કરવાનો મુદો ઉઠાવ્યો હતો. હવે અર્થક્રાંતિએ નીતીન ગડકરીને આ અંગે એક પ્રપોઝલ આપી છે. ગડકરી ભાજપમાં એ કમિટીના ચીફ છે જેના પર પોલીસ, વ્યવસ્થા તંત્ર, ટેકસ સિસ્ટમ, શિક્ષણ અને જયુડિશ્યરીમાં સુધારાઓ સાથે જોડાયેલા વિઝન ડોકયુમેન્ટ બનાવવાની જવાબદારી હતી.

આ પ્રપોઝલમાં જણાવાયું છે કે, જો સરકાર ટેકસ જમા કરાવવા માટે સરકારી વિભાગોની જેમ બેંન્કિંગ ચેનલનો ઉપયોગ કરે તો સરકારની આવકમાં ઘણો વધારો થાય. આનાથી ટેકસ ચોરીના મામલામાં પણ ઘટાડો થશે. ભારતમાં હાલ ૩ર પ્રકારના ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસ લાગે છે. મોદી સરકારને કરવામાં આવેલા પ્રેઝેન્ટેશનમાં જણાવાયું છે કે, આમાંથી ૩૦ ટેકસ હટાવીને એક ટેકસ લગાવવામાં જેને બીટીટી એટલે કે બેંન્કિંગ ટ્રાન્ઝેકશન ટેકસ કહેવાય.

આનો અર્થ એ કે જયારે તમારા ખાતામાં કયાંયથી પણ પૈસા આવે તો તેના ર ટકા સરકારની તિજોરીમાં ચાલ્યા જશે. જો બે ટકા ટેકસ લગાવવામાં આવે તો સરકારને ૪૦ લાખ કરોડ રૂપિયા ટેકસ તરીકે મળશે. વર્ષે સરકારને ૧૪ લાખ કરોડ મળે. ર૦૧૪-ર૦૧પમાં વર્તમાન ટેકસ સિસ્ટમથી સરકારને થનારી આવક ૯ લાખ ૮૪ હજાર ૬૩ કરોડ રૂપિયા હતી. આ નવી પ્રપોઝલમાં જણાવાયું છે કે, ટેકસ ચોરી અટકશે કારણ કે ખાતામાં જેવા પૈસા આવશે કે બેન્ક તે જ સમયે ટેકસ કાપી લેશે.

ટેકસ વસૂલવા માટે સ્ટાફ કે ઓફિસરની જરૂર નહીં પડે. ટેકસ વસૂલવાની ખોટી રીત બંધ થઇ જશે. મોદી સરકારને થયેલા સૂચનમાં પ૦ રૂ.થી ઉપરની બધી નોટ બંધ કરવા પણ સૂચન છે. આનાથી નકલી કરન્સિનો બિઝનેસ સમાપ્ત થઇ જશે. બ્લેકમની જનરેટ નહીં થાય કારણ કે પ૦૦૦થી વધુનું ટ્રાન્ઝેકશન તમે રોકડમાં નહીં કરી શકો.

પ૦૦૦થી વધુના ટ્રાન્ઝેકશન માટે તમારે બેંન્ક જવું પડશે. આનાથી ટેકસ ગણતરીમાં પણ સરળતા રહેશે. તમામ પર સમાન રીતે ટેકસ લાગુ થશે. ભારતમાં પાછલી સરકારો આ પ્રપોઝલો નકારી ચુકી છે.અર્થક્રાંતિમાં ૧ર૧ ઇકોનોમિસ્ટ કામ કરે છે. સંસ્થાએ નવા સૂચનોને પેટન્ટ કરાવી લીધા છે.

You might also like