ખોટું રિટર્ન ફાઇલ કરવા સામે IT વિભાગની ચેતવણી

નવી દિલ્હી:આવકવેરા વિભાગે પગારદાર કર્મચારીઓને ઓછી આવક દર્શાવવી કે રિટર્ન ફાઇલ કરતી વખતી કપાતો ‘વધારીને’ બતાવવા જેવી ગેરકાનૂની રીત રસમ અપનાવવા સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું હતું કે આ નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થશે અને તેમના માલિકોને પણ સૂચના આપવામાં આવશે કે તેમની સામે પગલાં લે.

ઇન્કમ ટેક્સ રિટર્ન (આઇટીઆર) મગાવીને અને તેના પર પ્રક્રિયા કરતાં બેંગલુરુ ખાતેના સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટે ચેતવણી જારી કરી છે કે કરદાતાઓએ અપ્રમાણિક કર સલાહકારો કે પ્લાનરની જાળમાં ન ફસાવું જોઈએ, જે તેમને ટેક્સ બેનિફિટના ખોટા ફાયદા માટે તૈયાર કરવામાં મદદ કરે છે.

આવકવેરા વિભાગે ઓછી આવક બતાવતા, વધારે કપાત બતાવતા તથા ખોટી રાહતો મેળવતા પગારદાર કર્મચારીઓને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે અપ્રામાણિક વચેટિયાની સહાય મેળવતા આ પ્રકારના કરદાતાઓની નોંધ લેવાઈ રહી છે. આ પ્રકારના ગુના આવકવેરા ધારાની વિવિધ સંહિતા અને કાર્યવાહીની જોગવાઈઓ હેઠળ સજાપાત્ર છે. આવકવેરા વિભાગની તપાસ શાખાએ જાન્યુઆરીમાં બેંગલુરુ સ્થિત અગ્રણી ટેક્‌નોલોજી કંપનીના કર્મચારીઓએ ટેક્સ એડ્વાઇઝરની સલાહકારના આધારે છેતરપિંડીવાળા ટેક્સ રિફંડ મેળવ્યા હોવાનું શોધી કાઢ્યું તેના સંદર્ભમાં આ ચેતવણી જારી કરવામાં આવી છે.

સીબીઆઇએ આ સાંઠગાંઠ માટે તાજેતરમાં ફોજદારી કેસ નોંધ્યો હતો. આવકવેરા વિભાગ માટે નીતિ ઘડતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ નવું આઇટીઆર તાજેતરમાં નોટિફાઇડ કર્યા પછી પગારદાર વર્ગના કરદાતાઓની ટેક્સ ફાઇલિંગ સીઝનનો પ્રારંભ થયો છે.

એક પાનાની એડ્વાઇઝરી ઉમેરે છે કે જો આવકવેરા વિભાગને આઇટીઆરમાં કોઈ પણ પ્રકારનો દાવો છેતરપિંડીભર્યો લાગે તો આ પ્રકારનો દાવો આવકવેરા ધારાની જોગવાઈ હેઠળ સજાને પાત્ર હશે અને તેના લીધે રિફંડ જારી કરવામાં પણ વિલંબ થઈ શકે છે. આથી કરદાતાઓને ચુસ્ત સલાહ છે કે તેઓ અપ્રામાણિક વચેટિયાની ખોટી સલાહ કે ખોટાં વચનોમાં ન ફસાય અને આઇટીઆરમાં એવા ખોટા ક્લેમ્સ ન કરે, જેને કરચોરીના કેસ તરીકે ગણવામાં આવે.

આવકવેરા વિભાગે ઉમેર્યું હતું કે સરકારી કે પીએસયુ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ખોટા ક્લેમ્સમાં તેનો રેફરન્સ વિજિલન્સ વિભાગને અપાશે અને તે તેના નિયમો હેઠળ કાર્યવાહી કરશે. એડ્વાઇઝરીએ ઉમેર્યું હતું કે આવકવેરા વિભાગ ‘એક્સ્ટેન્સિવ રિસ્ક એનાલિસિસ સિસ્ટમ’ ધરાવે છે અને તેનું ધ્યેય કોણ રિટર્ન ફાઇલ કરતું નથી તેને ઓળખી નાખવાનું અને તેને વિશ્વાસ આધારિત સિસ્ટમમાં લેવાનું છે, જ્યારે સીપીસી પર આઇટીઆરનું પ્રોસેસિંગ સ્વચાલિત હશે અને તેમાં કોઈ પણ પ્રકારના માનવીય સ્પર્શ કે સંપર્કને સ્થાન નહીં હોય.

Janki Banjara

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

8 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

8 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

9 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

11 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

12 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

12 hours ago