Categories: India

રૂપિયા ૨૫૧માં ફોનઃ ૨૫ લાખ ફોન બુકઃ કંપની રિગિંગ બેલ્સ પર દરોડા

નોઈડા: માત્ર રૂ. ૨૫૧માં દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન વેચવાનો દાવો કરી રહેલી કંપની રિગિંગ બેલના નોઈડા સ્થિત કાર્યાલય પર પોલીસ અને ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે સસ્તા ફોનની આડસમાં કોઈ ગોટાળા કે કૌભાંડ તો આચરવામાં આવી રહ્યું નથી ને ? જોકે કંપનીએ કોઈ કૌભાંડ કે ગોટાળા હોવાનું ઈન્કાર કર્યો છે.

પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગે કંપનીના કાર્યાલય પર દરોડા પાડીને જરૂરી દસ્તાવેજો તપાસઅર્થે પોતાની સાથે લઈ ગયા છે. જો તપાસમાં છેતરપિંડીનો મામલો બહાર આવશે તો કંપનીના અધિકારીઓ અને પ્રમોટર્સના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવશે કે જેથી તેઓ દેશ છોડીને નાસી ન જાય. સેલ્યુલર એસોસિયેશને ફોનની મિનિમમ કોસ્ટ રૂ. ૪૧૦૦ અને ટેલિકોમ મંત્રાલયે રૂ. ૨૩૦૦ હોવાની વાત કર્યા બાદ પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન કંપની રિગિંગ બેલના એમ.ડી. મોહિત ગોયલે અત્યાર સુધીમાં ૨૫ લાખ ફોનનું બુકિંગ થઈ ગયું હોવાનો દાવો કર્યો છે.

કંપનીને ૨૫ લાખ ફોનના બુકિંગ દ્વારા રૂ. ૭૨ કરોડ મળી ગયા છે. કંપનીએ પોલીસ અને ઈન્કમટેક્સના દાવાનો ઈન્કાર કર્યો છે. કંપનીના એક વરિષ્ઠ અિધકારીના જણાવ્યા પ્રમાણે કંપનીએ જ સ્વયં પોલીસને બોલાવીને ડોક્યુમેન્ટ સુપરત કર્યા હોવાનું જણાવ્યું છે.  અધિકારીએ જણાવ્યું છે કે કંપની પોતાના વાયદા મુજબ લોકોને રૂ. ૨૫૧માં ફોન આપશે. કંપનીના દાવા અનુસાર એપ્રિલની આખરમાં ફોનની ડિલિવરી શરૂ થઈ જશે.

કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર રિગિંગ બેલ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની સપ્ટેમ્બર ૨૦૧૫માં સ્થપાઈ હતી. આ કંપની દિલ્હીના રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રજિસ્ટર્ડ છે. કંપનીની પેડઅપ કેપિટલ રૂ. ૬૦ લાખ અને ઓથોરાઈઝ કેપિટલ રૂ. એક કરોડ છે.

divyesh

Recent Posts

હ્યુન્ડાઇની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર “કોના” ટૂંક સમયમાં કરાશે લોન્ચ

હ્યુન્ડાઇએ પોતાની ઇલેક્ટ્રિક કારને 2018 ઓટો એક્સપોમાં રજૂ કરી હતી. જ્યાર બાદ આનાં લોન્ચ થવા પાછળનાં અનેક અનુમાનો લગાવવામાં આવી…

23 mins ago

મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ત્રિપલ તલાક પર અધ્યાદેશને મંજૂરી

ન્યૂ દિલ્હીઃ મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપી લીધું છે. ત્રિપલ તલાકને ગુનાકીય શ્રેણીમાં લાવવા માટે…

1 hour ago

મારામાં આવેલા પરિવર્તનને લોકો સમજેઃ સની લિયોન

સની લિયોનની જિંદગી પર બનેલી વેબ સિરીઝ 'કરનજિત કૌર' ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેના બીજા ભાગને લઇને…

1 hour ago

ક્રૂડના આકાશે આંબતા ભાવ તથા રૂપિયાના ધોવાણથી ભારતનું અર્થતંત્ર ભીંસમાં

આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો તે તો બહુ દૂરના ભૂતકાળની વાત છે પણ અત્યારે રૂપિયો જે રીતે ગગડી રહ્યો…

1 hour ago

બેઅર ગ્રિલ્સ સાથે ‘વાઇલ્ડ’ બન્યો ફેડરરઃ માછલીની આંખ ખાધી

બર્ન (સ્વિટ્ઝર્લેન્ડ): વિશ્વ પ્રસિદ્ધ એડવેન્ચર લવર અને બેસ્ટ સેલર લેખક બેઅર ગ્રિલ્સ ડિસ્કવરી ચેનલ ઇન્ડિયા પર હવે 'રનિંગ વાઇલ્ડ વિથ…

1 hour ago

ભારતમાં દર બે મિનિટે ત્રણ નવજાત શિશુનાં થાય છે મોત

નવી દિલ્હી: નવજાત બાળકોના મોતને લઇને સંયુકત રાષ્ટ્ર સંઘનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં દર…

2 hours ago