Stock Market: IT અને મેટલ શેર તૂટ્યા, બેન્ક શેર અપ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં સાધારણ સુધારાની ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૨૩ પોઇન્ટના સુધારે ૩૩,૯૪૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૦ પોઇન્ટના સુધારે ૧૦,૪૩૧ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી. આઇટી અને મેટલ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ બેન્ક શેરમાં ઘટાડે ખરીદી નોંધાઇ હતી.

સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી, જોકે ઉપલા મથાળે વેચવાલી જોવાઇ હતી. ૯.૩૫ કલાકે નિફ્ટી બે પોઇન્ટના ઘટાડે ૧૦,૪૧૯ પોઇન્ટના મથાળે જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી ૧૦,૪૦૦ની આસપાસ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

રમિયાન આજે શરૂઆતે ટીસીએસમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. એનટીપીસી અને કોલ ઇન્ડિયામાં પણ ઘટાડાની ચાલ જોવા મળી હતી. આ શેરમાં એક ટકાથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ વિપ્રો, ભારતી એરટેલ અને એસબીઆઇના શેરમાં પણ એક ટકાથી બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકાનો વધારો નોંધાયો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે શેરબજારમાં વોલેટાલિટી વધી છે.

PSU અને બેન્ક શેર અપ
પીએનબી ૪.૪૪ ટકા
એસબીઆઈ ૧.૦૩ ટકા
બેન્ક ઓફ બરોડા ૩.૩૩ ટકા

આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ ડાઉન
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો છે. હેજ ફંડનું ક્રૂડના ભાવને લઇને મંદીનું અનુમાન છે, જેના પગલે નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૦.૨૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૬૧.૨ ડોલર પ્રતિ બેરલની સપાટીએ કારોબારમાં જોવા મળ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડમાં પણ ૦.૨ ટકાનો ઘટાડો નોંધાઇ ૬૪.૮ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ભાવ જોવા મળ્યા છે.

બજેટ બાદના મંગળવારે શેરબજારમાં અમંગળ
તારીખ સેન્સેક્સમાં ઘટાડો
૦૬.૦૨.૧૮ – ૫૬૨
૧૩.૦૨.૧૮ શિવરાત્રીની રજા
૨૦.૦૨.૧૮ – ૭૧
૨૭.૦૨.૧૮ – ૯૯
૦૬.૦૩.૧૮ – ૪૨૯

આ શેરમાં ઘટાડો નોંધાયો
ટીસીએસ ૪.૮૪ ટકા ૨૯૦૪.૦૦
ઓએનજીસી ૦.૯૦ ટકા ૧૮૨.૦૦
એનટીપીસી ૦.૭૩ ટકા ૧૬૯.૭૫

યુએસમાં આયાત વધારવાના નિર્ણયથી વૈશ્વિક વૃદ્ધિ જોખમાશે
સ્ટીલ અને એલ્યુમિનિયમ પર યુએસ દ્વારા આયાત ડ્યૂટી વધારવાના ટ્રમ્પના નિર્ણયનો જવાબ આપવા ચીન અને યુરોપિયન સંઘ પણ ડ્યૂટી વધારવાનો નિર્ણય કરશે, જેના પગલે વૈશ્વિક લેવલે વેપાર યુદ્ધ છેડાશે તથા વૈશ્વિક આર્થિક વૃદ્ધિને અસર થશે તેમ વૈશ્વિક રેટિંગ એજન્સી એસએન્ડપીનું માનવું છે.

રિપોર્ટ મુજબ ડ્યૂટી વધારવાના નિર્ણયની નજીકના સમયગાળામાં અમેરિકામાં એકંદરે આર્થિક અસર સામાન્ય બની રહેશે, જ્યારે કોર્પોરેટ સેક્ટર પર તેની મિશ્ર અસર જોવાશે. અમેરિકાને સૌથી મોટું જોખમ મહત્ત્વના બિઝનેસ રાષ્ટ્ર જેવા કે યુરોપિયન સંઘ તથા ચીન દ્વારા વળતી ડ્યૂટી લાગુ કરવાનું રહેલું છે.

અમેરિકાના નિર્ણયથી વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર શરૂ થશે, જેના પગલે અમેરિકામાં વેપાર અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પણ નુકસાન થશે તેમ અહેવાલમાં જણાવાયું છે.

You might also like