OMG: દેશનો સૌથી વજનદાર સેટલાઇટ કરાશે લોન્ચિંગ

બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ટૂંક સમયમાં જ દેશના સૌથી વજનદાર કોમ્યુનિકેશન સેટેલાઈટ જીસેટ-૧૧નું લોન્ચિંગ કરશે. આ સેટલાઈટનું વજન ૫.૬ ટન છે. હાલ ભારત પાસે ચાર ટનથી વધુ વજનનો સેટેલાઈટ મોકલવાની ક્ષમતા ધરાવતું રોકેટ નથી. તેથી તેને દક્ષિણ અમેરિકા, આયર્લેન્ડ, ફ્રેન્ચ, ગુયાનાથી એરિયન-૫ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે અને તેમાં સફળતા મળતાં આપણી પાસે પોતાની સેટેલાઈટ આધારિત ઈન્ટરનેટ સેવાની સુવિધા આવી જશે, તેનાથી આપણી ઈન્ટરનેટ સ્પીડ પણ વધી જશે.

હકીકતમાં આ એક ઈસરોની ઈન્ટરનેટ આધારિત સેટેલાઈટ સિરીઝનો એક ભાગ છે, જેનો હેતુ ઈન્ટરનેટની સ્પીડ વધારવાનો છે, તેની હેઠળ અંતરિક્ષમાં ૧૮ મહિનામાં ત્રણ સેટેલાઈટ મોકલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષના જૂનમાં પ્રથમ સેટેલાઈટ જીસેટ-૧૯ મોકલવામાં આવ્યો હતો, જ્યારે હવે જીસેટ-૧૧ને પણ આ વર્ષે જાન્યુઆરીમાં અને જીસેટ-૨૦ને ૨૦૧૮ના અંત સુધીમાં અંતરિક્ષમાં મોકલવાનું આયોજન છે.

આ ત્રણેય મલ્ટિપલ સ્પોટ થીમ ટેકનોલોજી પર કામ કરશે. આવા આયોજનથી સાયબર સિક્યો‌િરટી, એક નવું સુરક્ષા કવચ મળશે. સાયબર સુરક્ષા વધુ મજબૂત થશે તેમજ સ્પેસ એક્સ-૮૦૦ સેટેલાઈટ લોન્ચ કરશે, જેનાથી સમગ્ર વિશ્વને ઈન્ટરનેટની સુવિધા મળી શકશે.

આ ઉપરાંત આગામી ૧૦ જાન્યુઆરીએ પણ ઈસરો એકસાથે છ દેશના ૩૧ સેટેલાઈટનું લોન્ચિંગ કરશે, જેમાં ભારતમાં શ્રીહરિકોટા ખાતેના સ્પેસ સેન્ટરથી પૃથ્વી અવલોકન ઉપગ્રહ કાટેસેટ સહિત ૩૧ સેટેલાઈટનું લોન્ચિંગ કરશે, જેમાંથી ૨૮ સેટેલાઈટ અમેરિકાના અને અન્ય પાંચ દેશના રહેશે.

આ અભિયાનના ચાર મહિના પહેલાં નેવિગેશન મિશનનો આઠમો સેટેલાઈટ પણ છોડવામાં આવ્યો હતો, પરંતુ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષાએ પહોંચવામાં નિષ્ફળ રહ્યું હતું. આ મિશનમાં ભારતનું એક નેનો અને માઈક્રો સેટેલાઈટ પણ લોન્ચિંગ કરવામાં આવશે.

You might also like