Categories: India

અંતરિક્ષ ક્ષેત્રમાં ઈસરોની અદ્વિતીય સિદ્ધિઓની ઉડાન 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને એક સાથે ર૦ ઉપગ્રહ પ્રક્ષેપિત કરીને એક શાનદાર સફળતા અને સિદ્ધિ હાંસલ કરી છે, જેને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રભાવના સભર શબ્દોમાં વ્યકત કરી હતી. ઇસરોની સતત અંતરિક્ષ સફળતા જોતાં એવું કહીએ કે ઇસરોને હવે અંતરિક્ષ ક્ષેત્રમાં સફળતા અને સિદ્ધિ મેળવવાની જાણે કે આદત પડી ગઇ છે તો સહેજ પણ અતિશયોકિત ગણાશે નહીં.

સૌથી મહત્ત્વની વાત તો એ છે કે અમેરિકા, કેનેડા જેવા વિકસિત દેશોએ તેમજ ગુગલ જેવી નંબર વન કંપનીએ પણ પોતાના ઉપગ્રહના પ્રક્ષેપણ માટે ભારતની મદદ લીધી તે સિદ્ધિ ખરેખર પ્રશંસનીય છે. આમ ઇસરોએ એક સાથે ર૦ ઉપગ્રહને લઇને જનાર અંતરિક્ષયાન પીએસએલવી-સી૩૪ની માત્ર સફળ ઉડાન ભરાવી નથી, પરંતુ ઇસરોએ સ્વયં અંતરિક્ષમાં સિદ્ધિઓથી ઉડાન ભરી છે.

તાજેતરમાં અંતરિક્ષમાં ભારતની સિદ્ધિનો એક નવો અધ્યાય જોડીને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ અંતરિક્ષયાન પીએસએલવી-સી૩૪નું સફળ પ્રક્ષેપણ કરીને ઈતિહાસ સર્જ્યો હતો. એકસાથે ૨૦ ઉપગ્રહ (સેટેલાઈટ્સ) લોન્ચ કરીને ઈસરોએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો.

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી-સી૩૪) રવાના થયું હતું અને ૨૬ મિનિટ ૩૦ સેકન્ડમાં ૨૦ ઉપગ્રહ લોન્ચ કરી દીધા હતા. આ રીતે ઈસરોએ ૨૦૦૮માં એકસાથે ૨૦ ઉપગ્રહ મોકલવાનો પોતાનો વિક્રમ તોડ્યો હતો. પીએસએલવી-સી૩૪ કાર્ટોસેટ-૨ સિરીઝના ૭૨૭.૫ કિલો વજન ધરાવતા સેટેલાઈટની સાથે અન્ય ૧૯ સેટેલાઈટ લઈને અંતરિક્ષમાં રવાના થયું હતું.

આમાં ત્રણ સ્વદેશી અને ૧૭ વિદેશી ઉપગ્રહ છે, જેમનું કુલ વજન ૧ર૮૮ કિલોગ્રામની આસપાસ છે. સૌથી મુખ્ય ઉપગ્રહ ભારતનો ભૂ સર્વેક્ષણ અંતરિક્ષયાન કાર્ટોસેટ-ર છે, જેનું વજન ૭ર૭.પ કિલોગ્રામ છે. પૃથ્વીના નિરીક્ષણ માટે આ ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવશે.

આ ઉપરાંત અન્ય ૧૯ ઉપગ્રહનું કુલ વજન પ૬૦ કિલોગ્રામ હતું, તેમાં બે ઉપગ્રહ ભારતીય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાના છે અને બાકીના ૧૭ ઉપગ્રહ અમેરિકા, કેનેડા, જર્મની અને ઇન્ડોનેશિયાના છે. આમાં ગૂગલની કંપની ટેરાબેલાનો અર્થ ઈમેજિંગ સેટેલાઈટ (સ્કાયસેટ જેન ૨-૧) પણ હતો.

પીએસએલવીની આ ૩૬મી અંતરિક્ષની ઉડાન છે. ઈસરોના આ મિશનનો ખર્ચ અન્ય દેશોની તુલનાએ ૧૦ ગણો ઓછો છે. ઈસરો અત્યાર સુધીમાં ૨૦ દેશોના ૫૭ સેટેલાઈટ લોન્ચ કરી શક્યું છે, તેનાથી ૧૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૬૬૦ કરોડની આવક થઈ છે.

આ લોન્ચિંગમાં અમેરિકાના કુલ ૧૩ સેટેલાઈટનો સમાવેશ થાય છે, તેમાં ગૂગલના અર્થ ઈમેજિંગ સેટેલાઈટનું વચન ૧૧૦ કિલો છે. સ્કાયસેટથી પૃથ્વીના હાઈડેફિનેશન ફોટો અને વીડિયો મળશે. ત્રણ સેટેલાઈટ ભારતના છે જ્યારે ચાર સેટેલાઈટ કેનેડા, જર્મની અને ઈન્ડોનેશિયાના છે. પીએસએલવી આ સેટેલાઈટને ૫૦૫ કિ.મી.ની ઊંચાઈ સુધી સૂર્યની ભ્રમણકક્ષામાં લઈ ગયું હતું.

આ અગાઉ ઈસરોએ એક જ મિશન હેઠળ ૨૦૦૮માં એક જ સાથે ૧૦ સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. એટલા માટે ૨૦ સેટેલાઈટ લોન્ચ કરવાના મિશનથી એક નવો વિક્રમ અને ઈતિહાસ પ્રસ્થાપિત થયો છે. કાર્ટોસેટ-૨ સેટેલાઈટથી મોકલવામાં આવનાર ફોટોગ્રાફ્સ, કાર્ટેગ્રાફિક્સ, અર્બન, રૂરલ, વોટર ડિસ્ટ્રિબ્યૂશન અને બીજાં જરૂરી કાર્યો માટે મદદરૂપ થશે. ચેન્નઈની સત્યભામા યુનિવર્સિટીનો ૧.૫ કિલો વજન ધરાવતો ‘સત્યભામા સેટ’ ગ્રીન હાઉસ દેશની માહિતી ઉપલબ્ધ કરાવશે, જ્યારે પુણેની ઈન્સ્ટિટ્યૂટનો ‘સ્વાયન’ હેમ રેડિયો કોમ્યુનિટી માટે મેસેજ મોકલશે.

ઇસરો અેક એવી સંસ્થા છે જેણે પુરવાર કરી દીધું છે કે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતના લોકો કઇ રીતે સફળ થઇ શકે છે અને બહુ ઓછા બજેટમાં કેટલી મોટી સફળતા હાંસલ કરી શકાય છે. સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ભારતનો રેકોર્ડ ખરાબ છે, પરંતુ ભારતનો મિસાઇલ કાર્યક્રમ તેમાં અપવાદરૂપ છે.

ભારતના અસાધારણ મિસાઇલ કાર્યક્રમ પાછળ ઇસરોની સૌથી મોટી ભૂમિકા છે એ વાત આપણે સ્વીકારવી જ રહી. ઇસરો જેવી કામિયાબી હાંસલ કરવા માટેની લગન ભારતની અન્ય સંસ્થાઓમાં કેમ જોવા મળતી નથી? અન્ય સંસ્થાઓએ પણ ઇસરોની રાહે ચાલવું જોઇએ.

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

11 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

11 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

11 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

11 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

11 hours ago